Ganesh Utsav 2022 : સુરતના અનોખા ટ્રી ગણેશા, પ્રસાદમા વિદ્યાર્થીઓને મળે છે છોડ

Ganesh Utsav 2022 : સુરતના આ ગણેશ મહોત્સવની ખાસિયત એ છે કે અહીં દર્શનાર્થીઓને પ્રસાદની સાથે એક એક રોપનો પણ પ્રસાદ આપવામાં આવે છે

Ganesh Utsav 2022 : સુરતના અનોખા ટ્રી ગણેશા, પ્રસાદમા વિદ્યાર્થીઓને મળે છે છોડ

ચેતન પટેલ/સુરત :સુરતના એક યુવાન 5 વર્ષોથી સતત ‘ટ્રી ગણેશા’ નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે. આ મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે અમૃતકાળના પ્રકલ્પ સાથે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ પર ટ્રી ગણેશા મહોત્સવનું આયોજન કરાયું છે. આ ગણેશ મહોત્સવની ખાસિયત એ છે કે અહીં દર્શનાર્થીઓને પ્રસાદની સાથે એક એક રોપનો પણ પ્રસાદ આપવામાં આવે છે. આ ગણેશજીના દર્શન માટે શાળાના વિદ્યાર્થીઓને અહીં લાવવામાં આવે છે અને પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે.

સુરતના એક એવા ગણેશજી જેમની સાથે વન વિભાગ અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પણ જોડાયેલું છે. આ ગણેશજી ટ્રી ગણેશના નામથી ઓળખાય છે. આ સમગ્ર આયોજન વિરલ દેસાઈ નામના યુવા દ્વારા થાય છે. આ વિશે વિરલ દેસાઈ કહે છે કે, ટ્રી ગણેશની થીમ અમૃતકાલ એટલે કે મિશન 2047નો પ્રકલ્પ લેવાનું મુખ્ય કારણ એ છે કે જેમ આઝાદીના 75મા વર્ષે આપણી આગલી પેઢીના અથાક પ્રયત્નોથી આપણને એક સુંદર અને સશક્ત ભારતની ભેટ મળી છે, તેમ 2047 માં દેશ સો વર્ષનો‌ થશે ત્યારે આપણા અથાક પ્રયત્નોથી આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સશક્ત પર્યાવરણની ભેટ આપવાની છે. એ માટે તમામ લોકોએ સજ્જ અને સજાગ થવાની જરૂર છે અને એ સજાગતા માટે જાગૃતિ આવે એ માટે જ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ રાખવામાં આવી છે.

tree_ganesh_zee2.jpg

હાલ તો આ ટ્રી ગણેશાની સુરતભરની અનેક સ્કૂલો અને કૉલેજો મુલાકાત લઈ રહી છે અને વિદ્યાર્થીઓ પર્યાવરણ સેનાની બનીને ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણ‌ માટે સજ્જ થઈ રહ્યાં છે. અહીં આવતા વિદ્યાર્થીઓને પ્રસાદમાં છોડ આપવામાં આવે છે. જેથી તેઓ આ છોડ પોતાના ઘરે લગાવી તેને બાપ્પાનો પ્રસાદ સમજીને જવાબદારીપૂર્વક જતન કરી શકે. 

આ‌ ગણેશ મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના રોપાનું વિતરણ થઈ રહ્યું છે. તેમજ આખા વર્ષ દરમિયાન વિવિધ શાળાઓ અને કૉલેજોમાં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ’ અંતર્ગત જાગૃતિ અભિયાન ચલાવાશે. તેમજ અનેક અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news