Covaxin રસી કોરોનાના બ્રિટન અને ભારતમાં મળેલા સ્ટ્રેન વિરુદ્ધ અસરકારકઃ ભારત બાયોટેક
Coronavirus Vaccine: ભારત બાયોટેક (Bharat Biotech) એ રવિવારે કહ્યું કે, તેની કોવિડ-19 વિરોધી રસી (Covid Vaccine) ભારત અને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના સ્વરૂપો વિરુદ્ધ અસરકારક સાબિત થઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Coronavirus Vaccine: ભારત બાયોટેક (Bharat Biotech) એ રવિવારે કહ્યું કે, તેની કોવિડ-19 વિરોધી રસી (Covid Vaccine) ભારત અને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના સ્વરૂપો વિરુદ્ધ અસરકારક સાબિત થઈ છે. એક જાણીતા મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચનો હવાલો આપતા હૈદરાબાદની રસી નિર્માતા કંપની ભારત બાયોટેકે કહ્યું કે, કોવૈક્સીન (Covaxin) રસી ભારત અને બ્રિટનમાં ક્રમશઃ સામે આવેલા બી.1.617 અને બી.1.1.7 સહિત કોરોના વાયરસના બધા મુખ્ય સ્વરૂપો વિરુદ્ધ અસરકારક સાબિત થઈ છે.
કંપની પ્રમાણે, આ રિસર્ચ રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન અને ભારતીય તબીબી સંશોધન પરિષદએ સાથે મળીને કરી હતી. ભારત બાયોટેકના સહ-સંસ્થાપક તથા જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલાએ એક ટ્વીટમાં કહ્યું- કોવૈક્સીનને એકવાર ફરી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે. પ્રકાશિત થયેલ વૈજ્ઞાનિક રિચર્સના આંકડા નવા સ્વપૂરો વિરુદ્ધ પણ સુરક્ષાને દર્શાવે છે.
Covaxin gets international recognition yet again, by scientific research data published demonstrating protection against the new variants.Yet another feather in its cap👍🏼@PMOIndia @nsitharaman @drharshvardhan @MoHFW_INDIA @ICMRDELHI @DBTIndia @doctorsoumya @BharatBiotech pic.twitter.com/AUhphvvivz
— suchitra ella (@SuchitraElla) May 15, 2021
તેમણે આ ટ્વીટને પ્રધાનમંત્રી કાર્યાલય, નાણામંત્રી નિર્મલા સીતારમન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સહિત અન્યને ટેગ કર્યું છે. મહત્વનું છે કે દેશમાં હાલ કોરોનાની બે વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં કોવિશીલ્ડ અને કોવૈક્સીન સામેલ છે. તો અન્ય એક વેક્સિન રશિયાની સ્પુતનિક V નો પણ જલદી ઉપયોગ શરૂ કરાશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાં છે. તેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢ છે. સંક્રમણ દર ત્રણ મેએ 24.47 ટકા હતો, જે 16 મેએ ઘટીને 16.98 ટકા થઈ ગયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,62,437 દર્દીઓ સાજા થયા બાદ અત્યાર સુધી 2,07,95,335 લોકો રિકવર થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,11,170 નવીા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ 41,664 કેસ કર્ણાટકથી આવ્યા, તો મહારાષ્ટ્રથી 34,848 અને તમિલનાડુથી 33658 કેસ સામે આવ્યા છે.
કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુદર 1.09 ટકા છે. મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 4077 દર્દીઓના મોત થયા. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 960 અને કર્ણાટકમાં 349 લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે