Viral Video: બાઈક પરથી માતા પિતા પડી ગયા, અડધો KM સુધી બાળક એમ જ બેઠું રહ્યું...જુઓ પછી શું થયું

Couple Fell Down From Bike: આમ તો રસ્તા પર થનારા અનેક અકસ્માતના વીડિયો સામે આવતા રહે છે. પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે જે કદાચ જોનારાના રૂવાંડા ઊભા કરી નાખશે. આ વીડિયોમાં બાઈક પર સવાર એક કપલ અચાનક પડી જાય છે. પરંતુ બાઈક પર આગળ બેઠેલું બાળક અડધા કિલોમીટર સુધી બાઈકની સાથે દોડે છે. 

Viral Video: બાઈક પરથી માતા પિતા પડી ગયા, અડધો KM સુધી બાળક એમ જ બેઠું રહ્યું...જુઓ પછી શું થયું

Couple Fell Dwon From Bike: આમ તો રસ્તા પર થનારા અનેક અકસ્માતના વીડિયો સામે આવતા રહે છે. પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે જે કદાચ જોનારાના રૂવાંડા ઊભા કરી નાખશે. આ વીડિયોમાં બાઈક પર સવાર એક કપલ અચાનક પડી જાય છે. પરંતુ બાઈક પર આગળ બેઠેલું બાળક અડધા કિલોમીટર સુધી બાઈકની સાથે ચાલે છે અને પછી જે થયું તે ચમત્કારથી કમ નથી. 

કારના ડેશબોર્ડ કેમેરામાં રેકોર્ડ
હકીકતમાં આ વીડિયો એક ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. વીડિયો પર દોડી રહેલી કારના ડેશબોર્ડ  કેમેરામાં આ ઘટના રેકોર્ડ થઈ છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યસ્ત રસ્તા પર બાઈક દોડી રહી છે અને બાઈક પર કપલ બાળક સાથે સવાર છે. આ બધા વચ્ચે સ્કૂટી જોડે હળવી ટક્કર થતા બાઈક પર બેઠેલું કપલ પોતાનું સંતુલન ગુમાવે છે અને ત્યારબાદ પડી જાય છે. 

— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) January 6, 2023

બાળક બિલકુલ સીધુ બેઠેલું દેખાય છે
કપલના પડવા છતાં બાળક જરાય હલતું નથી અને બાઈક પર જેમ બેસાડ્યું હતું તેમ જ બેઠું છે. કપલ પડી તો જાય છે પણ સુરક્ષિત જોવા મળી રહ્યું છે. બીજી બાજુ બાળક પણ બાઈક સાથે જઈ રહ્યું છે અને ચોંકાવનારી વાત એ છે કે બાઈકની બંને બાજુ રસ્તા પર ટ્રક અને કારો પણ દોડી રહી છે. આ બધા વચ્ચે બાઈક સીધી રેખામાં દોડી રહ્યું છે. 

બાઈક આપોઆપ ધીમી પડી જાય છે
જેને રામ રાખે તેને કોણ ચાખે? આગળ જઈને બાઈક આપોઆપ ધીમી પડી જાય છે અને પછી ડિવાઈડર પાસે અટકી જાય છે અને બાળક ડિવાઈડર પર ઉગેલા ઘાસ પર જઈને પડે છે. આ બાળકના માતા પિતા સુરક્ષિત છે અને બાળક પણ ઘાસ પર પડવાના કારણે સુરક્ષિત જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ત્યાં ભીડ ભેગી થાય છે અને બધા મળીને બાળકને ઉઠાવી લે છે. આ વીડિયો જો કે થોડો જૂનો હોવાનું કહેવાય છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news