Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે રાજકોટ ટી20માં બનાવ્યા જબરદસ્ત 3 મોટા રેકોર્ડ, આવું કરનાર તે દુનિયાનો પ્રથમ બેટર

SuryaKumar Yadav Batting: ભારતીય ટીમે શ્રીલંકાને ત્રીજી ટી20 મેચમાં 91 રનથી હરાવી દીધુ. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-1થી જીતી લીધી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગે  બધાના મન જીતી લીધા. આ કારણે જ ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં પ્રચંડ જીત મેળવી શકી. શ્રીલંકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમીને સૂર્યકુમાર યાદવે 3 મોટા રેકોર્ડ બનાવી લીધા. 
 

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે રાજકોટ ટી20માં બનાવ્યા જબરદસ્ત 3 મોટા રેકોર્ડ, આવું કરનાર તે દુનિયાનો પ્રથમ બેટર

SuryaKumar Yadav Batting: ભારતીય ટીમે શ્રીલંકાને ત્રીજી ટી20 મેચમાં 91 રનથી હરાવી દીધુ. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-1થી જીતી લીધી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગે  બધાના મન જીતી લીધા. આ કારણે જ ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં પ્રચંડ જીત મેળવી શકી. શ્રીલંકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમીને સૂર્યકુમાર યાદવે 3 મોટા રેકોર્ડ બનાવી લીધા. 

સૂર્યકુમાર યાદવની તોફાની ઈનિંગ શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની શરૂઆત જોઈએ તેવી નહતી. ઈશાન કિશન જલદી આઉટ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ જો કે રાહુલ ત્રિપાઠીએ દમ દેખાડ્યો પણ તે પછી તે પણ આઉટ થઈ ગયો અને પછી સૂર્યકુમારનો જલવો જોવા મળ્યો. સૂર્યકુમાર યાદવે તાબડતોડ બેટિંગ ક રતા 51 બોલમાં 112 રન કર્યા. જેમાં 9 મોટા મોટા છગ્ગા પણ સામેલ હતા. તેણે મેદાનમાં શ્રીલંકાના ખેલાડીઓને ચારેબાજુ દોડાવ્યા. તેની બેટિંગ જોઈને વિરોધીઓના બોલરો મોઢામાં આંગળા નાખી ગયા. 

મેચમાં બનાવ્યા આ રેકોર્ડ
સૂર્યકુમાર યાદવની ટી20 ક્રિકેટમાં હવે 3 સદી થઈ ગઈ છે. તેણે આ ત્રણેય સદી ઓપનિંગ પોઝિશનથી નીચે બેટિંગ કરીને ફટકારી છે. ટી20 ઈન્ટરનેશનલ મેચમાં આવું કરનાર તે પહેલો ખેલાડી છે. એક માત્ર ખેલાડી છે જેણે નંબર ચાર પર બેટિંગ કરીને 3 ટી20 સદી ફટકારી છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, સાઉદી આફ્રિકાના ડેવિડ મિલર સહિત 6 ખેલાડીઓને પાછળ છોડ્યા, તમામે ઓપનિંગ બાદ બેટિંગ કરતા 2-2 સદી ફટકારી છે. 

ભારત માટે બીજી સૌથી ઝડપી સદી
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ ફ્કત 45 બોલમાં જ સદી પૂરી કરી. આમ તેણે ભારત માટે ટી20 ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી. પહેલા નંબર પર રોહિત શર્મા છે જેણે 35 બોલમાં સદી કરી છે. જ્યારે તે ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ નંબર 2 પર પહોંચી ગયો છે. તેના નામે 3 સદી છે. જ્યારે રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં 4 સદી કરી છે. કેએલ રાહુલના નામે 2 સદી છે. 

સૌથી ઓછા બોલમાં 1500 રન
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમતા જ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 1500 રન પૂરા કર્યા છે. તેણે ફક્ત 843 બોલમાં જ આ 1500 રન કર્યા છે. જે સૌથી ઝડપી છે. શ્રીલંકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમવા બદલ તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો. સૂર્યકુમાર યાદવ ICC t20 માં પણ નંબર વન પર બિરાજમાન છે  અને વિસ્ફોટક બેટિંગમાં કુશળ પ્લેયર છે.  તેણે ભારત માટે 45 મેચમાં 1578 રન કર્યા છે. 

ટી20 ઈન્ટરનેશલમાં સૌથી વધુ સદી
4 રોહિત શર્મા (ભારત)
3 સૂર્યકુમાર યાદવ (ભારત)
3. ગ્લેન મેક્સવેલ (ભારત)
3 કોલિન મુનરો (ન્યૂઝીલેન્ડ)

ભારત માટે સૌથી ઝડપી ટી20 સદી
35 બોલ, રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા (2017)
45 બોલ, સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ શ્રીલંકા (2023)
46 બોલ, કેએલ રાહુલ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (2016)
48 બોલ, સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (2022)
49 બોલ, સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (2022)

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news