દિલ્હી: પાણી માટે નિગમ પાર્ષદના ભાઇની ગોળી મારીને હત્યા કરી દેવાઇ

દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં પાણીના કનેક્શન મુદ્દે વિવાદ એટલો બધો વકર્યો કે નિગમ પાર્ષદના ભાઇ કિશન ભડાનાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી

દિલ્હી: પાણી માટે નિગમ પાર્ષદના ભાઇની ગોળી મારીને હત્યા કરી દેવાઇ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં પાણી મુદ્દે હાહાકાર મચી રહ્યો છે અને આ હાહાકારના કારણે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી. દિલ્હીનાં સંગમ વિહાર વિસ્તારમાં પાણીના કનેક્શન મુદ્દે વિવાદ એટલો વધારે થઇ ગયો કે નિગમ પાર્ષદના ભાઇ કિશન ભડાનાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટના જાણે એમ છે કે ઘટના 14 જુન સાંજની છે. મૃતક કિશન ભડાનાની પત્ની સુમન ભડાનાએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, તેમની પાસે 2 પાણીના કનેક્શન છે, પરંતુ ત્રીજું કનેક્શ ગલીના મુખ્યથી આવી રહેલ પાઇપ લાઇનથી લઇ જવાઇ રહ્યા છે. પાડોશી બબલીએ પાણી કનેક્શન લેવાનો વિરોધ કર્યો. આ વાતનાં મુદ્દે બંન્ને વચ્ચે મારામારી થવા લાગી. વિવાદ એટલો વધી ગયો કે બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો પણ થઇ ગયો. બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારામાં મૃતક કિશનની પત્નીનાં પગમાં ઘા વાગ્યો અને આરોપી બબલી પણ ઘાયલ થઇ ગયા.

જો કે કિસ્સો થોડો શાંત થયા બાદ કિશન ભડાના જેવો ઘરે પહોંચ્યો ત્યારે બબલીએ કિશન અને તેનાં પુત્ર મનીષને ગોળી મારી દીધી. બબલી સાથે તેનાં પરિવારનાં લોકો અને મિત્રો પણ સંડોવાયેલા હતા. ઘાયલ કિશન અને પુત્રને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં કિશન ભડાનાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. સાઉથ દિલ્હીનાં એડિશનલ ડીપીસી વિજયન્તા આર્યા અનુસાર, કિશન ભડાના ભાજપના નિગમ પાર્ષદ સુભાષ ભડાનાનો નાનો ભાઇ હતો અને છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહી રહ્યો હતો. 

કિશન ભડાનાનાં બે પુત્ર અને એક પુત્રી છે અને ભડાના પોતે પણ રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. પોલીસે આ મુદ્દે 5 લોકોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી બબલી, કન્નુ, ગગન અને રામપાલનો સમાવેશ થાય છે. પોલીસ સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. જેમાં અન્ય આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news