Coronavirus: મોદી સરકારની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે


કેબિનેટની બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, દેશના 80 કરોડ લોકોને સસ્તા ભાવે રાશન મળશે. 
 

Coronavirus: મોદી સરકારની મોટી જાહેરાત, 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના (Coronavirus)ના કહેર વચ્ચે મોદી સરકારે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશના 80 કરોડ લોકોને ઓછા ભાવે રાશન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કેબિનેટની બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, દેશના 80 કરોડ લોકોને સસ્તા ભાવ પર રાશન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશના 80 કરોડ લોકોને દર મહિને 7 કિલો પ્રતિ વ્યક્તિ રાશન આપશે અને તે પણ 3 મહિના માટે એડવાન્સ. 

જાવડેકરે જણાવ્યું કે, સરકાર 80 કરોડ લોકોને 27 રૂપિયા પ્રતિ કિલો વાળા ઘઉં માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોમાં અને 37 રૂપિયા વાળા ચોથા માત્ર 3 રૂપિયામાં પ્રતિ કિલો આપશે. તેમણે કહ્યું કે, તેના પર 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યાં છે. કેન્દ્ર આ રકમ ત્રણ મહિના માટે રાજ્યોને એડવાન્સમાં આપશે. 

કોરોના વાયરસ પર પ્રકાશ જાવડકરે કહ્યું કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સામાજીક અંતર બનાવીને રાખો. કોઈ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો અને હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ પરથી જાણકારી મેળવતા રહો. 

કોરોના વાયરસને કારણે કેન્દ્રનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિત સમય સુધી સ્થગિત  

તમને જણાવી દઈએ કે કોરોનાના કહેર વચ્ચે પીએમ મોદીની કેબિનેટની બેઠકમાં આજે અલગ નજારો જોવા મળ્યો હતો. તમામ મંત્રી ઓછામાં ઓછા એક મીટરના અંતરે બેઠા હતા. સામાજીક અંતરનું પાલન કરવામાં આવ્યું હતું. હકીકતમાં કોરોના વાયરસના બચાવનો એકમાત્ર ઉપાય એક-બીજાથી ઓછામાં ઓછા 1-2 મીટરનું સામાજીક અંતર (Social Distancing) બનાવી રાખવું એકમાત્ર છે. બેઠકમાં અમિત શાહ, રાજનાથ સહિત તમામ વરિષ્ઠ મંત્રીઓ હાજર હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news