PMએ કહ્યું અર્થવ્યવસ્થાનું ટેન્શન ન લેશો, જ્યાં સૌથી વધારે કેસ ત્યાં લોકડાઉન યથાવત્ત રહેશે

સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં ચેપના કારણે સ્થિતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ લોકડાઉન ખોલવા અંગે રાજ્યોને રણનીતિ બનાવવા અંગે કહ્યું. વડાપ્રધાન સાથે બેઠકમાં 4 મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની વાત કરી. વડાપ્રધાને આ રાજ્યોને સલાહ આપી કે પોતાનાં તંત્ર અને નીતિઓમાં સુધારા મુદ્દે તેઓ હાલના પડકારોમાં સંભાવનાઓ શોધે.

PMએ કહ્યું અર્થવ્યવસ્થાનું ટેન્શન ન લેશો, જ્યાં સૌથી વધારે કેસ ત્યાં લોકડાઉન યથાવત્ત રહેશે

નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં ચેપના કારણે સ્થિતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ લોકડાઉન ખોલવા અંગે રાજ્યોને રણનીતિ બનાવવા અંગે કહ્યું. વડાપ્રધાન સાથે બેઠકમાં 4 મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની વાત કરી. વડાપ્રધાને આ રાજ્યોને સલાહ આપી કે પોતાનાં તંત્ર અને નીતિઓમાં સુધારા મુદ્દે તેઓ હાલના પડકારોમાં સંભાવનાઓ શોધે.
સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ, બનાસકાંઠાના ખેડૂતોએ ન કરાવી નોંધણી

સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓને સજાગ અને સચેત રહેવા માટે જણાવ્યું છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોનમાં હાલ કડકાઇથી કામ લેવા માટે કહ્યું છે અને લોકડાઉનનું કડક પાલન થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.  રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાં નજર રાખવા માટે પણ જણાવાયું હતું. 

કેન્દ્ર સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું કે, મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં મોદીએ કોરોના વાયરસનાં વધારે સંક્રમિત વિસ્તારોમાં દિશાનિર્દેશોનું કડકાઇથી પાલન કરવા અંગે મહત્તમ જોર આપ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, લોકડાઉનનાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે કારણ કે ગત્ત ડોઝ મહિનાથી દેશમાં હજારો જીવ બચી ગયા છે. 

જો કે લોકડાઉન ત્રણ મેના રોજ પુર્ણ થશે, એટલા માટે દરેક રાજ્યને પોતાનાં હાલનાં આકરા દિશાનિર્દેશોમાં છુટ શરૂ કરવા અંગે નીતિ પર નિર્ણય કરવો પડશે. તેમાં જીવન જરૂરી સેવાઓને પરવાનગી આપવી. વૃદ્ધોને ઘરની બહાર આવવા અથવા નહી આવવા અંગે નિર્દેશ આપવા. દુકાનો કઇ રીતે ખુલવા દેવામાં આવવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news