Coronavirus Omicron variant: ઓમિક્રોનના નવા વેરિએન્ટે ચિંતા વધારી, જાણો કેટલો જોખમી અને શું છે લક્ષણો
Coronavirus Omicron XBB.1.16: ભારતમાં એકવાર ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ પગપેસારો કરવા લાગ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-19ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો ગ્રાફ અચાનક વધતા મેડિકલ એક્સપર્ટનું ટેન્શન વધી રહ્યું છે.
Trending Photos
Coronavirus Omicron XBB.1.16: ભારતમાં એકવાર ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ પગપેસારો કરવા લાગ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-19ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો ગ્રાફ અચાનક વધતા મેડિકલ એક્સપર્ટનું ટેન્શન વધી રહ્યું છે. દેશભરમાં મંગળવારે 24 કલાકમાં 699 નવા કેસ નોંધાયા હતા જ્યારે સોમવારે 916 લોકો સંક્રમિત થયા હતા. 19 માર્ચે 1071 નવા કેસ નોંધાયા હતા. નવા કેસમાં વધારો થવા પાછળ ઓમિક્રોનના નવા વેરિએન્ટ Omicron XBB.1.16 ને કારણ ગણવામાં આવી રહ્યું છે.
કયા રાજ્યમાં આવ્યા છે Omicron XBB.1.16 ના કેટલા કેસ
ઓમિક્રોનના નવા વેરિએન્ટ Omicron XBB.1.16 ને સૌથી વધુ સંક્રમક માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટના સૌથી વધુ કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે. જ્યાં 30 દર્દીઓ સંક્રમિત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 29, પુડુચેરીમાં 7, દિલ્હીમાં 5, તેલંગણામાં 2, ગુજરાત, હિમાચલ પ્રદેશ, અને ઓડિશામાં એક- એક કેસ સામે આવ્યા છે. આ જોતા નવા કેસોની જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવી રહી છે જેથી કરીને વેરિએન્ટની ભાળ મળી શકે.
કેટલો જોખમી છે આ નવો વેરિએન્ટ
Omicron XBB.1.16 કોરોના વાયરસના ઓમિક્રોનનો સબ વેરિએન્ટ છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ કારણે તેને એક જોખમ તરીકે જોવામાં આવી રહ્યો છે. એક્સપર્ટ્સનું માનીએ તો તે ઓમિક્રોનમાં જૂના વેરિએન્ટથી મ્યૂટેન્ટ થઈને બન્યો છે અને ઈમ્યુનિટીથી બચવામાં હોશિયાર છે. મની કંટ્રોલના એક રિપોર્ટ મુજબ ડોક્ટરોએ જણાવ્યું છે કે જીનોમ સિક્વેન્સિંગથી જાણવા મળ્યું છે કે Omicron XBB.1.16 માં કેટલાક વધારાના સ્પાઈક મ્યૂટેશન છે.
Omicron XBB.1.16 વેરિએન્ટના લક્ષણો
રિપોર્ટ મુજબ ડોક્ટરોએ જણાવ્યું છે કે ઓમિક્રોન Omicron XBB.1.16 વેરિએન્ટથી અત્યાર સુધીમાં સંક્રમિત દર્દીઓમાં વધુ ગંભીર સમસ્યાઓ જોવા મળી નથી. તેના સામાન્ય લક્ષણોમાં નાક બંધ થઈ જવું, માથાનો દુ:ખાવો, ગળામાં ખારાશ વગેરે સામેલ છે. આ ઉપરાંત તાવ અને માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. જે ત્રણ ચાર દિવસ સુધી રહી શકે છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે જો તમને આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે તો તમારે તરત તપાસ કરાવવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે