Coronavirus New wave in India: ભારતમાં કોરોના વાયરસની નવી લહેર આખરે કેટલી ખતરનાક?

હાલ જે રેટને ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જો આ તેના પર રોક નહી લાગે તો ભારતનો દર 27 માર્ચ સુધી અમેરિકા અને 2 એપ્રિલ સુધી બ્રાજીલ કરતાં આગળ નિકળી જશે. અત્યારે બ્રાજીલ દુનિયાના સૌથી મોટા કોવિડના હોટસ્પોટ છે. 

Coronavirus New wave in India: ભારતમાં કોરોના વાયરસની નવી લહેર આખરે કેટલી ખતરનાક?

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેંદ્ર સરકારે તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. ફેબ્રુઆરી અને માર્ચમાં કોવિડ (Covid-19) ના દૈનિક કેસ અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે, જે હવે ડરામણો લાગી રહ્યો છે. ગત 5 દિવસમાં સતત દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે. આ વાતનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે ફેબ્રુઆરી 2021ના મુકાબલે માર્ચ 2021માં સંક્રમણના કેસ પાંચ ગણી સ્પીડે વધી રહ્યા છે. 

મે 2020 બાદ દૈનિક કેસ સૌથી ઝડપી વધારો
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં મે 2020 બાદ સૌથી વધુ તેજી જોવા મળી છે. ગત એક અઠવાડિયામાં ભારતમાં દરરોજ સરેરાશ 42162 નવા કેસ સામે આવ્યા છે, જે 28 નવેમ્બર 2020 બાદથી સૌથી વધુ સાપ્તાહિક સરેરાશ છે. ગત અઠવાડિયે આ સંખ્યા 25137 હતી. ગત અઠવાડિયાની તુલનામાં આ અઠવાડિયે દરરોજ 7.7% વધુ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડ 19ના દૈનિક કેસ ફક્ત 11 દિવસમાં 20 હજારથી 42 હજાર પહોંચી ગયા છે, જ્યારે પહેલી લહેર દરમિયાન 3 જુલાઇ અને 24 જુલાઇ દરમિયાન 20,000 થી 42,000 સુધી પહોંચવામાં 21 દિવસની તુલમાં 10 દિવસ બાકી છે. 

કોરોનાથી થનાર મોતમાં પણ વધારો
દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના દૈનિક કેસ ઉપરાંત મોતના આંકડામાં પણ વધારો થયો છ ગત અઠવાડિયે સરેરાશ 199 લોકો આ મહામારીના લીધે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. એક અઠવાડિયા પહેલાં સરેરાશ 140 લોકોના દરરોજ મોત થઇ રહ્યા છે અને સરેરાશમાં 5.1 ટકાનો વધારો થાય છે. 22 જૂન 2020 પછી થનાર મોતનો ઉચ્ચત્તમ વૃદ્ધિ દર છે. 

અમેરિકા-બ્રાજીલથી આગળ નિકળ્યું છે ભારત
હાલ જે રેટને ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જો આ તેના પર રોક નહી લાગે તો ભારતનો દર 27 માર્ચ સુધી અમેરિકા અને 2 એપ્રિલ સુધી બ્રાજીલ કરતાં આગળ નિકળી જશે. અત્યારે બ્રાજીલ દુનિયાના સૌથી મોટા કોવિડના હોટસ્પોટ છે અને અહીં સરેરાશ દરરોજ 75570 નવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકામાં ગત અઠવાડિયે કોવિડ 19 ના સરેરાશ 54141 નવા કેસ સામે આવ્યા હતા. 

ગત 24 કલાકમાં 53476 નવા કેસ સામે આવ્યા
કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરૂવારે આંકડા જાહેર કરી જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં કોરોના વાયરસના 53476 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 251 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશમાં કોવિડ 19 ના કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોદ 17 લાખ 87 હજાર 534 થઇ ગઇ છે અને મોતનો આંકડો 1 લાખ 60 હજાર 692 પહોંચી ગયો છે. ગત 24 કલાકમાં 26,490 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થયેલા લોકોની સંખ્યા 1 કરોડ 12 લાખ 31 હજાર 650 થઇ ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news