નોર્થનો કુર્તો-ઈસ્ટનો ગમછો અને સાઉથની ધોતી, મોદીના ડ્રેસ પર આવું રહ્યું સોશિયલ મીડિયા પર રિએક્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારની રાત્રે દીપ પ્રાગટ્યના અવસર પર એક ખાસ પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ દેશ આ સમયે એક મહાજંગ લડી રહ્યો છે. આ મહાજંગમાં દેશવાસીઓને આત્મવિશ્વાસ ઊંચો અને દરેકે એક રહેવાનું જરૂરી છે, આ ઇરાદાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારની રાત્રે દેશવાસિઓને દીપ પ્રગટાવવાનું કહ્યું હતું, જેનો નજારો વિશ્વએ જોયો. આ દરમિયાન વડાપ્રધાન આવાસમાં ખુદ વડાપ્રધાન મોદીએ પણ દીપ પ્રગટાવ્યો, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના પરિધાનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા અવસર પર શું પહેરે છે અને ક્યા પ્રકારનો સંદેશ આવે છે, તેને લઈને હંમેશા ચર્ચા જારી રહે છે. આવું કંઇક રવિવારે પણ થયું, જ્યારે દીપ પ્રાગટ્ય પર પીએમ મોદીએ બ્લૂ કુર્તો, સફેદ ધોતી અને ગળામાં ગમછો રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો તરફથી તેને લઈને પોત-પોતાના તર્ક આપવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર આવું રહ્યું રિએક્શન
ટ્વીટર યૂઝર વિવેક જૈને વડાપ્રધાનના વસ્ત્રોને લઈને લખ્યું, 'જો કોઈએ નોટિસ કર્યું હોય તો ધ્યાન આપો, કુર્તો ઉત્તરથી, ધોની દક્ષિણથી, ગમછો પૂર્વોત્તરથી અને પીએમ મોદી ખુદ પશ્ચિમથી... જય હિંદ.'
If anyone noticed PM @narendramodi attire..
His attire itself shows unity in diversity.
Kurta(North), Dhoti(South), Gamocha(East)
and he himself from West.
Jain Hind!!@PMOIndia Modi@BJP4India@RSSorg@amitmalviya pic.twitter.com/A6SxbHgz9S
— Vivek Jain (@vivekjain246753) April 5, 2020
આ સિવાય ઘણા ટ્વીટર યૂઝરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમિલ કલ્ચર પ્રમાણે દીપ પ્રાગટ્ય કરવાને લઈને આભાર વ્યક્ત કર્યો અને તેમની પ્રશંસા કરી છે.
Sir modi ji aap dhoti kurta m bhut ache lag rahe h https://t.co/87dV5R4Bzl
— Varsha Pandey (@VarshaPandeyBJP) April 5, 2020
કેરલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રમે માત્ર વડાપ્રધાનના વસ્ત્રો નહીં પરંતુ જેમાં તેમણે દીપ પ્રગટાવ્યો, તેના વિશે પણ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, વડાપ્રધાને એકતાના દીપનું કેરલના પરંપરાગત નિલાવિયકૂમાં પ્રાગટ્ય કર્યું છે, કેરલે તેમનું પુરજોર સમર્થન પણ કર્યું છે.
You have lighted the Lamp of Unity with Kerala's Traditional Nilaviakku. Kerala also has supported #9pm9minute on a scale never seen before. Thank you @narendramodi ji. pic.twitter.com/b97DI9mkGF
— K Surendran (@surendranbjp) April 5, 2020
આ સિવાય પણ વડાપ્રધાનના પરિધાન પર ઘણા પ્રકારના મીમ બનતા જોવા મળ્યા હતા. જ્યારે ઘણા ટ્વીટર હેન્ડલ પર તેને દક્ષિણમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડ્યા હતા.
પીએમની અપીલ પર એકત્રિત થયો દેશ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ એક વીડિયો સંદેશ જારી કરીને લોકોને રવિવારની રાત્રે નવ કલાકે 9 મિનિટ સુધી દીવો, મિણબત્તી કે ટોર્ચ ચાલું કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ રવિવારની રાત્રે દેશના અલગ-અલગ વિસ્તારમાં ભવ્ય નજારો જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે