જમાતીઓનો હાહાકાર યથાવત્ત: કોરોનાનાં 2300 કેસ થયા, 68 લોકોનાં મોત નિપજ્યાં
Trending Photos
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, જે ખુબ જ ચિંતાનો વિષય છે. કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા 2300 પાર પહોંચી ચુકી છે, જ્યારે તેનાં કારણે અત્યાર સુધી 68 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. બીજી તરફ શુક્રવારે સવારે 9 વાગ્યે વડાપ્રધાન મોદી સમગ્ર દેશને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
- મેરઠમાં કોરોનાના નવા પાંચ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 4 લોકો જમાત સાથે જોડાયેલા છે. જ્યારે અત્યાર સુધી કુલ 25 લોકોમાં કોરોના પોઝિટિ કેસ આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઇ ચુક્યુ છે.
- ગુરૂગ્રામમાં 5 કોરોનાના કેસ સામે આવ્યા છે. મરકજથી આવેલા 10 લોકોમાંથી એક પોઝિટિવ છે. બાકી લોકોનાં રિપોર્ટ આવ્યા નથી.
- તેલંગાણામાં કોરોના વાયરસનાં 27 નવા કેસ સામે આવ્યા છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 154 થઇ ચુકી છે.
- દિલ્હીમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 293 થઇ ચુકી છે. જેમાં 182 લોકોએ તબલીગી જમાતનાં મરકજમાં ભાગ લીધો હતો. આ માહિતી દિલ્હી સરકારે આપી છે. ગત્ત 24 કલાકમાં 141 નવા કેસ સામે આવ્યા છે.
- ઝારખંડના રાચીમાં પણ કોરોનાનો બીજો કેસ પોઝીટીવ સામે આવ્યો છે. પીડિત હજારીબાગનો રહેવાસી છે
- ઉત્તરપ્રદેશનાં હાપુડમાં કોરોનાનો પહેલો પોઝીટીવ કેસ સામે આવ્યો છે. થાઇલેન્ડનો રહેવાસી વ્યક્તિ કોરોના પોઝીટીવ મળ્યો છે. તે તબ્લિકી જમાતમાં હિસ્સો લઇને પરત ફર્યો હતો. તે 8 સાથીઓ સાથે હાપુની મસ્જિદોમાં રોકાયો હતો. 71 વર્ષીય દર્દીનાં પોઝિટીવ આવવાને કારણે હડકંપ મચી ગયો. તંત્રએ 9 વિદેશીઓ સહિત 16 લોકોને મસ્જિદમાંથી પકડ્યા હતા. હાવલ ગામનો 1 કિલોમીટર એરિયા સીલ કરી દેવામાં આવ્યો છે.
- હરિયાણામાં કોરોના વાયરસનાં કુલ પોઝીટીવ કેસ 35 છે.
- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત્ત છે. અહીં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 416 થઇ ગઇ। ગત્ત 24 કલાકમાં અહી 81 નવા કેસ સામે આવ્યા. સૌથી વધારે કેસ મુંબઇમાં જોવા મળ્યા. દેશની આર્થિક રાજધાની ગત્ત 24 કલાકમાં કોરોનાના 57 કેસ સામે આવ્યા છે. બીજી તરફ ત્રણ લોકોનાં મોત પણ થયા છે. માત્ર મુંબઇમાં જ કોરોનાનાં દર્દીઓની સંખ્યા 238 થઇ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે