Coronavirus: શું 15 ગણું વધારે સંક્રમિત કરે છે કોરોનાનો N440K વેરિએન્ટ? જાણો શું કહે છે CCMB ના પરિણામ
આખો દેશ કોરોના વાયરસના (Coronavirus) વધતા જતા કેસનો સામનો કરી રહ્યો છે. તે જ સમયે, મીડિયામાં આ દિવસોમાં 'N440K' ના બીજા નવા ખતરનાક વેરિઅન્ટ વિશે ચર્ચા છે
Trending Photos
નવી દિલ્હી: આખો દેશ કોરોના વાયરસના (Coronavirus) વધતા જતા કેસનો સામનો કરી રહ્યો છે. તે જ સમયે, મીડિયામાં આ દિવસોમાં 'N440K' ના બીજા નવા ખતરનાક વેરિઅન્ટ વિશે ચર્ચા છે.
આ વેરિઅન્ટ મુખ્યત્વે દક્ષિણ રાજ્યોમાં ફેલાયો છે. ખાસ કરીને આંધ્રપ્રદેશમાં આ વેરિએન્ટના ઘણા કેસો બહાર આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે SARS-CoV-2 ના આ નવા વેરિએન્ટને (Corona New Variant) કારણે, વિશાખાપટ્ટનમ, કર્ણાટક, તેલંગાણા અને અન્ય દક્ષિણ વિસ્તારોમાં આફરા-તફરી મહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક અહેવાલો અનુસાર, આ પ્રકારનાં કેટલાક કેસ મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પણ નોંધાયા છે.
'N440K' શું છે?
સમાચાર અહેવાલો અનુસાર, N440K એક શક્તિશાળી વેરિએન્ટ છે જે ઝડપથી ફેલાય છે. કોરોના વાયરસ (Coronavirus) સાથે સંકળાયેલ ગંભીર જટિલતાઓ છે. અહેવાલ મુજબ, આ વેરિઅન્ટ કોરોનાના મૂળ વેરિએન્ટ કરતા 15 ગણો ઝડપથી ફેલાય છે.
અહેવાલ મુજબ, જો કોઈ વ્યક્તિ કોરોનાના મૂળ પ્રકારથી સંક્રમિત થયા છે, તો તે એક અઠવાડિયામાં ડિસ્પેનિયા અથવા હાયપોક્સિયાના તબક્કે પહોંચે છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ N440K વેરિએન્ટથી સંક્રમિત થયા છે, તો તે ફક્ત ત્રણ-ચાર દિવસમાં જ ગંભીર સ્થિતિમાં પહોંચશે.
કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આંધ્રપ્રદેશમાં મળી આવેલા કોવિડ સ્ટ્રેન ખૂબ જ ટૂંકા ગાળામાં 4 લોકોને સંક્રમિત કરી શકે છે. આવી સ્થિતિમાં, સવાલ ઉભો થાય છે કે શું તે ખરેખર આટલો જીવલેણ વેરિએન્ટ છે?
આ પણ વાંચો:- Corona: ઇમ્યૂનિટી વધારવા કેન્દ્રએ જાહેર કર્યું ખાદ્ય પદાર્થોનું લિસ્ટ, જાણો કઈ-કઈ વસ્તુ છે સામેલ
CCMB એ N440K વિશે શું શોધી કાઢ્યું?
હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીએ (CCMB) આ બધી અટકળોને ફગાવી દીધી છે. CCMB એ કહ્યું કે કોરોના આંધ્રના સ્ટ્રેન વિશે અત્યારસુધીમાં એવો કોઈપણ પુરાવો મળ્યો નથી કે, તે કેટલો જીવલેણ અથવા સંક્રમિત કરી શકે છે.
ધ પ્રિન્ટ સાથે વાત કરતા CCMB ના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ (Rakesh Mishra) કહ્યુ કે, N440K સ્ટ્રેન આંધ્ર પ્રદેશમાં 5 ટકાથી પણ ઓછો છે. ટૂંક સમયમાં આ વેરિએન્ટ અથવા તો ગાયબ થઈ જશે અથવા કોઈ બીજો વેરિએન્ટ તેનું સ્થાન લઈ શકે છે.
ડિરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે, કોઈ અનોખા AP સ્ટ્રેઇન અથવા વિશાખાપટ્ટનમ સ્ટ્રેન નથી. N440K વેરિએન્ટ થોડા સમય માટે આસપાસ રહ્યો. તે સમયે તે અન્ય દક્ષિણ રાજ્યોમાં (કર્ણાટક, કેરળ) પ્રચલિત હતો. આંધ્ર વિશે વાત કરીએ તો, N440K વેરિએન્ટ હવે 5 ટકાથી પણ ઓછો છે અને ટૂંક સમયમાં ડબલ મ્યુટન્ટ અથવા અન્ય કોઈ વેરિઅન્ટ દ્વારા બદલવામાં આવે તેવી સંભાવના છે.
પોતાની જાતે ગાયબ થઈ જશે સ્ટ્રેન
ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ડિરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે N440K વેરિએન્ટ આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલંગાણામાં લેવામાં આવેલા 20-30 ટકા નમૂનાઓમાં જોવા મળ્યા છે. આ વેરિઅન્ટ આવતા અઠવાડિયામાં તેના પોતાની રીતે ગાયબ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે