Coronavirus: દેશભરમાં કોરોના વાયરસના મામલા 26 હજારને પાર, માત્ર મહારાષ્ટ્રમાં 7,628 પોઝિટિવ
Coronavirus Infection in India: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દરરોજ વધી રહી છે. મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક છે. બીજા નંબર પર ગુજરાત છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ માટે પણ ખતરાની સ્થિતિ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ મહામારી (Coronavirus epidemic) ડર સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અન્ય સ્થાનોથી કોરોના વાયરસના નવા પોઝિટિવ દર્દી આવવાની સાથે દેશમાં કુલ મામલાની સંખ્યા 26 હજાર પાર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર (Covid19 in Maharashtra)ની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. શનિવારે દેશભરતમાં નવા દર્દીઓમાંથી આશરે અડધા એટલે કે 811 નવા પીડિતો માત્ર મહારાષ્ટ્રથી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો રેકોર્ડ 7628 સુધી પહોંચી ગયો છે. તો સરકારનું કહેવું છે કે કોરોના મામલાના દરરોજનો ગ્રોથ રેટ ઘટીને 6 ટકા સુધી રહી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે સાંજથી શનિવાર સાંજ સુધી કોરોના વાયરસના સંક્રમણથી 56 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધી આ સમયગાળો (24 કલાકમાં) થયેલા સૌથી વધુ મોતો છે. 799 લોકોના કોવિડ 19થી મોત થયા છે જ્યારે કુલ 26,194 કોરોનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. 5200થી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. આ રીતે દર્દીઓના સંક્રમણથી મુક્ત થવાનો દર 20 ટકાથી વધુ છે. મંત્રાલયે જણાવ્યું કે, દરરોજ સંક્રમિતોની સંખ્યા વધવાનો દર ઘટીને 6 ટકા પહોંચી ગયો છે, જે દેશમાં 100 મામલા આવ્યા બાદ સૌથી ઓછો છે.
મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબર પર
મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 7628 સુધી પહોંચી ગઈ છે. જ્યારે બીજા સ્થાન પર ત્રણ હજારથી વધુ મામલાની સાથે ગુજરાત છે. રાજસ્થાનમાં બે હજારથી વધુ મામલા સામે આવ્યા છે જ્યારે મધ્યપ્રદેશમાં પણ આંકડાની નજીક છે. મધ્યપ્રદેશમાં કોવિડ 19 દર્દીઓની સંખ્યા 1900 પાર કરી ગઈ છે, જ્યારે તમિલનાડુમાં આ સંખ્યા 1800ને પાર છે. ઉત્તર પ્રદેશમાં પણ સંક્રમિતોના મામલા તમિલનાડુની નજીક છે. આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસ સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મીમાં પણ નવા મામલા સામે આવ્યા છે અને રાજ્યમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે.
દિલ્હીમાં 2625 સુધી પહોંચી સંખ્યા
દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમણના 111 નવા મામલા આવવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2625 સુધી પહોંચી ગઈ છે. આ વચ્ચે દિલ્હી સરકારે કોવિડ-19 સમિતિમાં સામેલ સર્વોચ્ચ અધિકારીઓને સલાહ આપી છે કે રાજધાનીમાં લૉકડાઉન મેના મધ્ય સુધી જારી રહેવું જોઈએ, જે 14 એપ્રિલ બાદ 3 મે સુધી વધારી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનો 27 એપ્રિલે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરવાનો કાર્યક્રમ છે, જેમાં લૉકડાઉન અને ત્યારબાદ કોવિડ 19ની સ્થિતિ પર ચર્ચા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે