ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 56 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત

કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યાં છે. 24 કલાકની અંદર 3390 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો 56 હજારને પાર ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ કોવિડ 19ના કેસ વધીને 56,342 પર પહોંચ્યા છે. તેમાંથી 37,916 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 16540 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 1886 લોકોએ કોવિડ 19ના કારણે જીવ ગુમાવ્યાં છે. હાલ દેશમાં રિકવરી રેટ 29.35 ટકા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થયા છે. 
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 56 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યાં છે. 24 કલાકની અંદર 3390 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો 56 હજારને પાર ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ કોવિડ 19ના કેસ વધીને 56,342 પર પહોંચ્યા છે. તેમાંથી 37,916 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 16540 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 1886 લોકોએ કોવિડ 19ના કારણે જીવ ગુમાવ્યાં છે. હાલ દેશમાં રિકવરી રેટ 29.35 ટકા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થયા છે. 

દેશમાં મુંબઈ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 4898 થઈ છે. જ્યારે 64 લોકોના મોત થયા છે. જ્યારે મુંબઈમાં કોવિડ 19ના કેસ 14541 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો આંકડો 583 થયો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 71000 થી નવા કેસ સામે આવ્યાં બાદ કેસોની કુલ સંખ્યા 38 લાખથી વધુ થઈ ગઈ છે. મોતનો આંકડો 2 લાખ 70 હજાર પહોંચી ગયો છે. 

જુઓ LIVE TV

કોરોના સંબંધિત કોઈ પણ જાણકારી લેવા માટે કે આપવા માટે હેલ્પલાઈન નંબર છે +91-11-23978046 . આ સિવાય રાજ્યોએ પણ પોતપોતાના અલગ અલગ હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. 

મોદી સરકાર અને તમામ રાજ્યોની સરકારો કોરોનાને ફેલાતો અટકાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. હાલ દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ છે. જે 17મી મે સુધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news