કોરોના વાયરસના એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગ માટે 67 ફર્મને મળી મંજૂરી


 રેપિડ એન્ટિબોડી ટેસ્ટ સ્ક્રીનિંગની સૌથી સારી રીત છે. રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગથી 15-20 મિનિટમાં તેનું પરિણામ આવે છે, જ્યારે રિયલ ટાઇમ પીસીઆરનું પરિણામ આવવામાં 2-3 દિવસ લાગે છે. આઈસીએમઆર પહેલા જ રેપિડ એન્ટીબોડી ટેસ્ટની મંજૂરી આપી ચુક્યું છે.

કોરોના વાયરસના એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગ માટે 67 ફર્મને મળી મંજૂરી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ ભારત સહિત વિશ્વમાં ફેલાયો છે. ભારતમાં કોરોના સંક્રમણના ટેસ્ટિંગમાં તેજી લાવવાનું કામ પણ જારી છે. આ વચ્ચે 67 ઈન્ડિયન ફર્મને કોરોના સંક્રમણ માટે એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગ કિટ (antibody rapid testing kit)નું ટેસ્ટિંગ કરવાની મંજૂરી મળી ગઈ છે, ત્યારબાદ દેશમાં કોરોના સંક્રમણના મામલાની વધુ ઝડપથી માહિતી મેળવી શકાશે. 

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલર ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ 67 ઈન્ડિયન ફર્મને એન્ટીબોડી રેપિટ ટેસ્ટિંગ માટે મંજૂરી આપી દીધી છે. આ 67 કંપનીઓમાં 5 કંપનીઓ ભારતીય (સ્વદેશી) છે જ્યારે બાકી 62 કંપનીઓ એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગ કિટની આયાત ચીન, બ્રિટન, ફ્રાન્સ, સાઉથ કોરિયા અને ઇઝરાયલથી કરી રહી છે. 

શું હોય છે એન્ટીબોડી રેપિડ ટેસ્ટ?
રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસથી લડનારી એન્ટીબોડી બની રહી છે કે નહીં, તેની માહિતી મેળવવા માટે કામ કરે છે. આ સસ્તું હોય છે અને તેનું પરિણામ ઝડપથી આવે છે, જ્યારે રિયલ ટાઇમ પીસીઆરમાં ઘણો સમય લાગે છે. ભારતમાં હાલ રિયલ ટાઇમ પીસીઆરથી ટેસ્ટિંગ થાય છે. તમને જણાવી દઈએ કે રેપિડ એન્ટિબોડી ટેસ્ટ સ્ક્રીનિંગની સૌથી સારી રીત છે. રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગથી 15-20 મિનિટમાં તેનું પરિણામ આવે છે, જ્યારે રિયલ ટાઇમ પીસીઆરનું પરિણામ આવવામાં 2-3 દિવસ લાગે છે. આઈસીએમઆર પહેલા જ રેપિડ એન્ટીબોડી ટેસ્ટની મંજૂરી આપી ચુક્યું છે. તેનો ઉપયોગ સંક્રમણ ઝોન અને પ્રવાસીઓના આઇસોલેશન સેન્ટરમાં થવાનો છે. 

ZEE NEWSનું ઓપરેશન વાયરસ: જાણો મૌલાના સરવરે કેવી રીતે જમાતીઓને ભગાડ્યા

દેશમાં અત્યાર સુધી કોરોનાથી મૃત્યુઆંક 400ને પાર
કોરોના સંક્રમણ ભારતમાં સતત વધી રહ્યું છે. દેશભરમાં તેના દર્દીઓની સંખ્યા આશરે 13 હજારને પાર કરી ચુકી છે જ્યારે તેનાથી મૃત્યુઆંક વધીને 400ને પાર પહોંચી ગયો છે. પરંતુ 1500થી વધુ કોરોના દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે. દેશમાં કોરોના સંક્રમણના મામલામાં ટોપ-5 રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news