Corona ની ત્રીજી લહેર અંગે AIIMS ના ડાયરેક્ટરે કર્યા સાવધ, કહ્યું- આ બે કારણથી ખતરો વધશે
ભારતમાં કોવિડ-19 (Covid-19) મહામારીની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એમ્સના ડાઈરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ લોકોને સાવધ કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19 (Covid-19) મહામારીની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એમ્સના ડાઈરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ લોકોને સાવધ કર્યા છે. તેમણે કહ્યું કે જો તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવે તો આગામી લહેર બીજી લહેરની સરખામણીમાં વધુ વિકરાળ થઈ શકે છે.
આ હોઈ શકે છે કોરોનાની ત્રીજી લહેરના કારણ
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 'ઈમ્યુનિટીનું ઓછું હોવું અને લોકડાઉનમાં છૂટ આપવી મહામારીની સંભવિત ત્રીજી લહેરના કારણ બની શકે છે. તેમણે કહ્યું કે એક ભારતીય ટેક્નિકલ સંસ્થાનના મોડલથી એ પ્રદર્શિત થાય છે કે જો તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવે અને આ વાયરસ (નું સ્વરૂપ) પણ ઈમ્યુનિટીને ચકમો આપનારો હોય તો આગામી લહેર બીજી લહેર કરતા વધુ મોટી હોઈ શકે છે.'
આ પ્રકારે ઓછી કરી શકાશે ત્રીજી લહેરની ગંભીરતા
રણદીપ ગુલેરિયાએ એક કાર્યક્રમમાં કહ્યું કે સામાજિક અંતરના નિયમોનું પાલન, માસ્ક પહેરવું અને રસી લેવા જેવા કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરીને ત્રીજી લહેરની ગંભીરતાને ઘટાડી કરી શકાશે. તેમણે કહ્યું કે 'જો કેટલાક પ્રતિબંધો જાળવી રાખવામાં આવે અને વાયરસ પણ સ્થિત રહે તો કેસ વધશે નહીં અને જો આપણે વધુ પ્રતિબંધો લગાવીશું તો કેસ પણ ઓછા આવશે.'
નવા વેરિઅન્ટ પર કામ કરે છે કોરોના રસી
રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જો કોરોનાના નવા વેરિઅન્ટ આવી પણ જાય તો હાલની રસીમાં કેટલાક ફેરફાર કરી શકાય છે. તેમણે કહ્યું કે કોવિડ-19ની ત્રીજી લહેર અન્ય દેશોમાં જોવા મળી રહી છે. પરંતુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યા ઘટી છે. જેનાથી સંકેત મળે છે કે રસી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક વી ઉપરાંત અન્ય કેટલીક રસી ઉપર પણ દેશમાં કામ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે