Omicron: સાવધાન... દેશ હવે ઓમિક્રોનના ભરડામાં! ગુજરાત સહિત આ રાજ્યોમાં વધી રહ્યા છે કેસ, જાણો લેટેસ્ટ સ્થિતિ
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.
Trending Photos
Omicron in India: ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના 97 કેસ સામે આવી ચૂક્યા છે. ગુરુવારે તેલંગણામાં ઓમિક્રોનના 4 નવા અને કર્ણાટકમાં 5 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ તેલંગણામાં કોરોનાના નવા વેરિએન્ટના કુલ 6 અને કર્ણાટકમાં 8 કેસ આવી ચૂક્યા છે. દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે આજે દિલ્હીમાં એક સાથે 10 નવા કેસ નોંધાયા છે.
ભારતમાં 87 કેસ
અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 20, ગુજરાતમાં ગઈ કાલે એક નવો કેસ નોંધાતા કુલ 5, કર્ણાટકમાં 8, તેલંગણામાં 6, બંગાળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ અને ચંડીગઢમાં એક-એક કેસ સામે આવી ચૂક્યા છે.
કર્ણાટકમાં 5 કેસમાં 3 લોકોએ કર્યો હતો વિદેશ પ્રવાસ
કર્ણાટકમાં ગુરુવારે મળી આવેલા ઓમિક્રોનના દર્દીઓમાં 3 વિદેશથી પાછા ફરેલા છે. જ્યારે 2 દિલ્હીથી બેંગ્લુરુ પહોંચ્યા છે. વિદેશથી પાછા ફરેલા લોકોમાંથી યુકેથી પાછો ફરેલો એક 19 વર્ષનો વ્યક્તિ, નાઈજીરિયાથી પાછા ફરેલા 52 વર્ષના વ્યક્તિ અને દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા 33 વર્ષના વ્યક્તિ સામેલ છે.
મુંબઈમાં ન્યૂયર પર નહીં થઈ શકે મોટી ઈવેન્ટ
મુંબઈમાં ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે ક્રિસમસ અને ન્યૂ યર પર મોટા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ બિલ્ડિંગ્સમાં ધાબે આયોજન પર રોક રહેશે. સોસાઈટીઓમાં મોટી ઈવેન્ટ નહીં થઈ શકે. બીચ પર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે