દેશમાં કોરોનાથી પીડિતોની સંખ્યા 31 પર પહોંચી, ઇટાલીના પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ

જયપુરમાં પ્રારંભિક તબક્કામાં પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ પુણેની લેબમાં તેનો સેમ્પલ મોકરવામાં આવ્યા હતા અને પુણેની લેબમાંથી પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

દેશમાં કોરોનાથી પીડિતોની સંખ્યા 31 પર પહોંચી, ઇટાલીના પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ

નવી દિલ્હીઃ દેશમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે કોરોના વાયરસથી પીડિત ઇટાલીના પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પણ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. 

જયપુરમાં પ્રારંભિક તબક્કામાં પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ પુણેની લેબમાં તેનો સેમ્પલ મોકરવામાં આવ્યા હતા અને પુણેની લેબમાંથી પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આજે કોરોના વાયરસનો ભારતમાં બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 

ગાઝિયાબાદમાં પોઝિટિવ મામલો
આ પહેલા આજે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી કોરોના વાયરસનો પોઝિટિવ મામલો આવ્યો હતો. ગાઝિયાબાદના સેક્ટર-23 વિસ્તારમાં રહેલા 57 વર્ષીય એક વ્યક્તિ 23 ફેબ્રુઆરીએ તેહરાન (ઈરાન)થી ભારત પરત આવ્યો હતો. તે પત્ની અને એક પુત્રની સાથે થાના કવિ નગર વિસ્તારની સેક્ટર-23 કોલોનીમાં રહેતો હતો. દર્દીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

Video: પાકને ભારતીય સેનાનો જવાબ, દુશ્મનના ઠેકાણા પર કર્યો એન્ટી ટેન્ક મિસાઇલથી હુમલો   

તો ગાઝિયાબાદમાં પોઝિટિવ રિપોર્ટ આવેલા વ્યક્તિના ઘર પર રહેલી તેની પત્ની અને બાળકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેના પણ સેમ્પલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. સાથે તે વ્યક્તિના સંપક્રમાં આવેલા લોકોની જાણકારી મેળવવામાં આવી રહી છે. તે વ્યક્તિને કેમિકલનો બિઝનેસ હતો અને તેને ત્યાં ત્રણ કર્મચારીઓ કામ કરતા હતા. જેની હાલમાં તે વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. તેના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવી રહ્યાં છે અને તેને પણ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. 

ક્યાં-ક્યાંથી સામે આવ્યા કેસ?
અત્યાર સુધી કેરલથી ત્રણ કેસ આવ્યા હતા, જે સ્વસ્થ થઈ ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં એક કેસ આવ્યો, જેના કારણે તેના ઓળખિતા 6 લોકો પણ ઝપેટમાં આવી ગયા હતા. તેલંગણામાં એક કેસ સામે આવ્યો છે. ઇટાલીથી આપેલા કુલ 18 લોકો પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે, જેમાં એક ભારતીય અને 17 ઇટાલીના નાગરિક છે. એક મામલો ગુરૂગ્રામમાં સામે આવ્યો છે. આ સિવાય ગાઝિયાબાદથી એક મામલો સામે આવ્યો છે. તેવામાં અત્યાર સુધી ભારતમાં 31 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news