કોરોના વાયરસ 'દિલ'ને બનાવી રહ્યું છે 'બિચારું', વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ
દિલ્હીના સૌથી મોટા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોમાંથી એક GB Pant Hospital માં હાર્ટ પર થયેલા સ્ટડીમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ હાર્ટના દર્દીઓ માટે ખૂબ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના સૌથી મોટા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોમાંથી એક GB Pant Hospital માં હાર્ટ પર થયેલા સ્ટડીમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ હાર્ટના દર્દીઓ માટે ખૂબ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. તેનાથી લોકોને હાર્ટ એટેક જેવા કેસ પણ વધી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર સ્ટડીમાં 45 અને 80 વચ્ચે ઉંમરના સાત કોરોના સંક્રમિત રોગીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. તેમાં કોરોનાથી દિલ પર પડનાર અસર સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી છે.
GB Pant Hospital માં કાર્ડિયોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. અંકિત બંસલે જણાવ્યું કે એક સ્વસ્થ વ્યક્તિની સામાન્ય હાર્ટની ગતિ (હાર્ટ રેટ) 60 અને 100 બીટ પ્રતિ મિનિટ (BPM) હોય છે. પરંતુ આ સાતેય કોરોના સંક્રમિત રોગીઓમાં મેક્સિમ હાર્ટ ગતિ 42 BPM અને ન્યૂનતમ 30 BPM હતી. જે ખૂબ ઓછી હતી. હાલ તમામ રોગી સ્થિર છે.
તેમાંથી પાંચ દર્દીઓને સ્થાયી પેસમેક્સર લગાવવામાં આવ્યા છે. બે અન્ય રોગીઓની ગતિમાં અસ્થાયી પેસિંગ અને સારવારમાં સુધારો થયો છે. આ પ્રકારે કેસ સ્પષ્ટ દર્શાવી રહ્યા છે કે હવે કોરોના હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને પણ પેદા કરે અને વધારે છે. હોસ્પિટલના વહિવટીતંત્રના અનુસાર આ સાતેય રોગીઓ હાર્ટ સંબંધિત પરેશાનીઓ માટે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં કોરોના સંક્રમિત પણ મળી આવ્યા છે.
મેડિકલ એક્સપર્ટસનું માનીએ તો કોરોના હાર્ટ માંસપેશીઓનો સોજો વધારી દે છે. જેથી માંસપેશીઓ નબળી થઇને બ્લોક થઇ જાય છે. નોર્મલ દર્દીમાં શરદી, તાવ સરળતાથી ઠીક થઇ જાય છે. પરંતુ જો કોઇ હાર્ટના દર્દીને કોરોના સંક્રમણ થઇ જાય તો તેનો શ્વાસ ભૂલવા લાગે છે અને તેનું મોત થવાનો ખતરો વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે