પુલવામા હુમલો: અમેઝોન પરથી ખરીદ્યું હતું 4 કિલો એલ્યુમિનિયમ, NIA ની ચાર્જશીટમાં મોટો ખુલાસો

પુલવામા હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. આ હુમલાના કાવતરામાં સામેલ જૈશના આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનથી ટ્રેનિંગ લીધી હતી.

પુલવામા હુમલો: અમેઝોન પરથી ખરીદ્યું હતું 4 કિલો એલ્યુમિનિયમ, NIA ની ચાર્જશીટમાં મોટો ખુલાસો

નવી દિલ્હી: પુલવામા હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. આ હુમલાના કાવતરામાં સામેલ જૈશના આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનથી ટ્રેનિંગ લીધી હતી. મુખ્ય આરોપી મોહમંદ ઉમર વર્ષ 2016-17માં અફઘાનિસ્તાનથી ટ્રેનિંગ લઇને એપ્રિલ 2018માં સાંબા બોર્ડર પરથી ભારતમાં દાખલ થયા હતા. 

પુલવામા હુમલામાં પહેલાં કરવામાં આવી હતી હાઇવેની રેકી
પુલવામા હુમલા પર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી NIA ની ચાર્જશીટમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. ચાર્જશીટના અનુસાર ઉમરે પાકિસ્તાની આતંકવાદી કામરાન ઉર્ફે સૈફુલ્લાહ, કાઝી યાસિર, લોકલ આતંકવાદી સમીર ડાર અને આદિલ અહમદ ડાર સાથે મળીને આ હુમલાનું કાવતરું રચ્યું હતું. આતંકવાદી શાકી ર બશીર જાન, પીર તારિક અહમદ શાહ અને બિલાલ અહમદે હુમલામાં સામેલ આતંકવાદીઓને પોતાના ઘરમાં પનાહ આપી હતી. શાકિર બશીરે હુમલા માટે જમ્મૂ શ્રીનગર હાઇવેની રેકી કરી અને હુમલામાં ઉપયોગ થનાર આરડીએક્સને પોતાના ઘરમાં સંતાડ્યું હતું. 

હુમલા પહેલાં આતંકવાદીઓએ અલગ-અલગ જ્ગ્યાએથી એકઠો કર્યો વિસ્ફોટક
મુદસિર અહમદ ખાને જિલેટિન સ્ટિકનો ઉપયોગ કર્યો. તો બીજી તરફ સાજિદ અહમદ ભટ્ટે બ્લાસ્ટ માટે મારૂતિ ઇકો કાર અને વજીર ઉલ ઇસ્લામે અમેઝોન એકાઉન્ટ પરથી 4 કિલો એલ્યુમિનિયમ પાવડર ખરીદ્યો હતો. હુમલા બાદ આદિલ ડારના જે વિડીયોને સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો હતો. તેને મોહમંદ ઉમર ફારૂક, સમીર દાસ અને આદિલ ડારે મળીને બનાવ્યો હતો. આતંકવાદીઓએ આ પહેલાં 6 ફેબ્રુઆરી 2019મના હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ હિમપાતના લીધે નેશનલ હાઇવે પર ગાડીઓનીએ મૂવમેન્ટ બંધ હતી. જેના લીધે આ હુમલો થઇ શક્યો ન હતો. 

પાકિસ્તાનમાં બેઠેલા જૈશ આતંકવાદી આપી રહ્યા આતંકવાદીઓને નિર્દેશ
ચાર્જશીટ અનુસાર હુમલાવાળા દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ શાકિર બશીર વિસ્ફોટક ભરેલી ઇકો કારને નેશનલ હાઇવે સુધી લઇ ગયો હતો અને ત્યારબાદ આદિલ અહમદ ડારે 200 કિલો વિસ્ફોટકથી ભરેલી કારને સીઆરપીફના કાફલા સાથે ટકરાવી દીધી. NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં બેઠેલા જૈશના કમાંડર મસૂદ અઝહર, અબ્દુલ રૌફ અને અમ્માર અલી પુલવામા હુમલામાં આતંકવાદીઓને સતત નિર્દેશ આપી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news