Corona Third Wave વધારે દૂર નથી, દિલ્હી HC ની કેન્દ્ર અને કેજરીવાલ સરકારને નોટિસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) સામાન્ય લોકો દ્વારા માસ્કનો ઉપયોગ નહીં કરવા અંગે દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) Suo Moto કરી છે
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) સામાન્ય લોકો દ્વારા માસ્કનો ઉપયોગ નહીં કરવા અંગે દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) Suo Moto કરી છે. દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકારને (Kejriwal Government) નોટિસ પાઠવી છે અને જવાબ માંગ્યા છે. દિલ્હી હાઈકોર્ટે પણ ટિપ્પણી કરી છે કે આપણે કોરોનાની ત્રીજી લહેરથી (Corona Third Wave) વધુ દૂર નથી. હજી પણ, સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જેવા નિયમોનું કડક પાલન કરવામાં આવતું ન હતું.
હકકીતમાં, એઈમ્સના (AIIMS) એક ડોકટરે દિલ્હી હાઇકોર્ટના (Delhi High Court) જજોને કેટલીક તસવીરો મોકલી હતી. આ તસવીરોમાં જોવા મળી રહ્યું હતું કે કેવી રીતે દિલ્હીમાં (Delhi) જાહેર સ્થળો પર ખુલ્લામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું (Social Distancing) ભંગ કરવામાં આવી રહ્યું છે. બજારોથી લઈને ગલીઓ સુધી લોકો માસ્કનો ઉપયોગ નથી કરતા. આ તસવીરો જોયા પછી આજે દિલ્હી હાઈકોર્ટે આ મામલાની Suo Moto કરી હતી અને આ મામલે સુનાવણી કરી હતી.
કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકારને સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે, દિલ્હીના તમામ બજારોમાં કોરોનાથી બચવા માટે સામાન્ય લોકોને વધુ સંવેદનશીલ બનાવવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, દિલ્હીમાં ચાલતા સાપ્તાહિક બજારમાં વધુ ભીડ ન થવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમો ત્યાં સુનિશ્ચિત કરવા જોઈએ, તેમ જ અદાલતે કહ્યું છે કે જાહેર શૌચાલયો નિયમિતપણે સાફ કરવા જોઈએ.
કોર્ટે બંને સરકારોને ચેતવણી આપી છે કે, જો આ સમયે કોરોનાને રોકવાના પ્રયત્નોમાં થોડીક ક્ષતિ થાય તો ત્રીજી લહેર બીજી લહેર કરતા પણ વધુ ખરાબ સાબિત થઈ શકે છે. કોર્ટે આ મામલે સુનાવણી માટે આગામી તારીખ 9 જુલાઈ નક્કી કરી છે. આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ દિલ્હી હાઈકોર્ટમાં આ અંગે સોગંદનામું રજૂ કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે