Corona: દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ
કોરોનાના વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે દવાઓની ભારે અછત પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે દવાઓની ભારે અછત પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુઓમોટો લેતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે તેમની પાસે કોવિડ-19ને પહોંચી વળવા માટે શું નેશનલ પ્લાન છે. કોર્ટે હરિશ સાલ્વેને એમિક્સ ક્યૂરી પણ નિયુક્ત કર્યા છે.
The CJI said, we have 4 issues primarily in mind - supply of oxygen, supply of essential drugs, manner of vaccination are among them. Senior Advocate, Harish Salve will represent as the amicus curiae, we want to see a national plan on this issue, the CJI said.
— ANI (@ANI) April 22, 2021
સુપ્રીમ કોર્ટે ચાર મહત્વના મુદ્દા પર સરકાર પાસે નેશનલ પ્લાન માંગ્યો છે. જેમાં પહેલો છે ઓક્સિજનનો સપ્લાય, બીજો- દવાઓનો સપ્લાય, ત્રીજો-રસી આપવાની રીત અને પ્રક્રિયા તથા ચોથો- લોકડાઉન કરવાનો અધિકાર ફક્ત રાજ્ય સરકારને હોય, કોર્ટને નહીં. હવે આ મામલે આગામી સુનાવણી 23 એપ્રિલના રોજ થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે છ અલગ અલગ હાઈકોર્ટે સંજ્ઞાન લીધુ છે. આથી 'કન્ફ્યૂઝન અને ડાયવર્ઝન'ની સ્થિતિ છે. દિલ્હી બોમ્બે, સિક્કિમ, કલકત્તા, અલાહાબાદ અને ઓડિશા એમ છ હાઈકોર્ટમાં કોરોના સંકટ પર સુનાવણી ચાલુ છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ 'કન્ફ્યૂઝન અને ડાઈવર્ઝન' કરી રહ્યું છે. એક હાઈકોર્ટને લાગે છે કે આ તેમના અધિકાર ક્ષેત્રમાં પ્રાથમિકતા છે, એકને લાગે છે કે આ તેમનો અધિકાર ક્ષેત્ર છે.
અલાહાબાદ હાઈકોર્ટના લોકડાઉનના આદેશનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે નથી ઈચ્છતી કે હાઈકોર્ટ આવા આદેશ આપે. સીજેઆઈ એસએ બોબડેએ કહ્યું કે અમે રાજ્ય સરકારો પાસે લોકડાઉનની જાહેરાત કરવાની શક્તિ રાખવા માંગીએ છીએ. ન્યાયપાલિકા દ્વારા તેનો ઉપયોગ થવો જોઈએ નહીં.
આ બાજુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને પૂછ્યું કે શું તે હાઈકોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવશે. જેના પર કોર્ટે કહ્યું કે સરકાર પોતાની યોજનાઓ હાઈકોર્ટમાં રજુ કરી શકે છે જો તમારી પાસે ઓક્સિજન માટે એક નેશનલ પ્લાન છે તો નિશ્ચિત રીતે હાઈકોર્ટ તેને જોશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે