Corona Update: દેશમાં એક જ દિવસમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો ચિંતાજનક, જાણો લેટેસ્ટ અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 (Covid 19) ના 62,714 નવા દર્દીઓ નોંધાયા છે. જે આ વર્ષે એક જ દિવસમાં આવેલા કોરોના કેસની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,19,71,624 પર પહોંચી ગઈ છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 300 પાર ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 (Covid 19) ના 62,714 નવા દર્દીઓ નોંધાયા છે. જે આ વર્ષે એક જ દિવસમાં આવેલા કોરોના કેસની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,19,71,624 પર પહોંચી ગઈ છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 300 પાર ગઈ છે.
એક દિવસમાં 62 હજારથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં સતત 18માં દિવસે વૃદ્ધિ થઈ છે. દેશમાં 62,714 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 1,19,71,624 પર પહોંચી છે. જ્યારે 1,13,23762 લોકો સાજા થયા છે અને 4,86,310 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના 4.06 ટકા છે. જ્યારે રિકવરી રેટ ઘટીને 94.58 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં 300થી વધુ લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 312 લોકોએ કોરોના વાયરસથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,61,552 પર પહોંચી ગયો છે. લગભગ ત્રણ મહિનામાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉ 25 ડિસેમ્બર 2020ના રોજ એક જ દિવસમાં કોરોનાથી 336 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતમાં કોવિડ 19થી મૃત્યુનો દર 1.35 ટકા છે.
India reports 62,714 new #COVID19 cases, 28,739 discharges, and 312 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 1,19,71,624
Total recoveries: 1,13,23762
Active cases: 4,86,310
Death toll: 1,61,552
Total vaccination: 6,02,69,782 pic.twitter.com/RWD288fXEz
— ANI (@ANI) March 28, 2021
ભારતમાં કોવિડ 19ના કેસની વાત કરીએ તો સાત ઓગસ્ટ 2020ના રોજ 20 લાખને પાર ગયા હતા. ત્યારબાદ સંક્રમણના કેસ 23 ઓગસ્ટના રોજ 30 લાખ, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર ગયા હતા. વૈશ્વિક મહામારીના કેસ 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડને પાર ગયા હતા.
ICMR ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 24,09,50,842 નમૂનાનું પરીક્ષણ થયું છે. જેમાંથી શનિવારે 11,81,289 નમૂનાનું ટેસ્ટિંગ થયું હતું. જે 312 લોકોના શનિવારે કોરોનાથી મોત થયા તેમાંથી 166 મહારાષ્ટ્ર, 45 પંજાબ, 14ના કેરળ, 13ના છત્તીસગઢ અને 10 લોકોના મોત દિલ્હીમાં થયા છે.
અત્યાર સુધી કોરોના (Corona Virus) થી 161552 લોકોએ દેશમાં જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ મોત 54,073 મહારાષ્ટ્રમાં, 12,659 તામિલનાડુમાં, 12,492 કર્ણાટકમાં, 10,997 દિલ્હી, 10,322 મોત પશ્ચિમ બંગાળમાં, ઉત્તર પ્રદેશમાં 8,783, આંધ્ર પ્રદેશમાં 7,203 અને પંજાબમાં 6,621 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું કે જે લોકોના મોત થયા તેમાંથી 70 ટકા લોકો એવા હતા જેમને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે કહ્યું કે અમારા આંકડાનું ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના આંકડા સાથે મેળવવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે