દિલ્હીમાં કોરોના અને પ્રદૂષણનો ડબલ એટેક, માત્ર નવેમ્બરમાં 400 લોકોના મૃત્યુ

આંકડા પર નજર કરો તો મોતના મામલામાં જૂનમાં સૌથી વધુ નોંધાયા હતા. જૂનમાં દિલ્હી કોરોનાની ગંભીર ઝપેટમાં હતું, ત્યારે સંક્રમણ દર 30 ટકા પહોંચી ગયો હતો. તો મૃત્યુદર 7 ટકાને પાર કરી ગયો હતો. 

દિલ્હીમાં કોરોના અને પ્રદૂષણનો ડબલ એટેક, માત્ર નવેમ્બરમાં 400 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ દેશની રાજધાની પ્રદૂષણ અને કોરોનાના ડબલ એટેકનો સામનો કરી રહી છે. દિલ્હીની હવા દિવસેને દિવસે ઝેરી થવાની સાથે કોરોનાના મામલામાં રેકોર્ડ તોડી રહી છે. દરરોજ વધતા કોરોના કેસની સાથે-સાથે મોતની સંખ્યાએ ચિંતા વધારી દીધી છે. 

દિલ્હી સ,રકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પર નજર કરીએ તો માત્ર નવેમ્બર મહિનામાં 46 હજાર 159 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ચોંકાવનારી વાત છે કે દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં 400થી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

ઓગસ્ટથી નવેમ્બર વચ્ચેનો આંકડો
- દિલ્હીમાં 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી 427 લોકોના કોરોનાથી મોત થયા છે.
- એકથી 31 ઓક્ટોબર સુધી દિલ્હીમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 1124 હતી.
- એકથી 30 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં 917 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 
- દિલ્હીમાં 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કોરોનાથી 458 મોત થયા હતા. 

ગુડ ન્યૂઝઃ 90% મારક ક્ષમતા વાળી વેક્સિન બની ગઈ, જલદી શરૂ થઈ શકે છે વેચાણ

આંકડા પર નજર કરો તો મોતના મામલા જૂનમાં સૌથી વધુ નોંધાયા હતા. જૂનમાં દિલ્હીમાં કોરોનાનો ગંભીર કહેર હતો, ત્યારે એક સમયે સંક્રમણ દર 30 ટકા પહોંચી ગયો હતો. તો મોતનો દર 7 ટકાને પાર કરી ગયો હતો. કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધી (નવેમ્બર) 6989 લોકોના મૃત્યુ થયા છે અને તેમાંથી 2247 મૃત્યુ માત્ર જૂનમાં થયા હતા. 

વધતા મૃત્યુઆંક પર દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવુ છે કે દિલ્હીમાં એક દિવસનો આંકડો જોવો યોગ્ય હશે નહીં, પરંતુ એક મોત પણ દુખદ છે. દિલ્હીમાં ડેથ રેટ 1.59 ટકા છે, જે દેશના ડેથ રેટથી થોડો વધારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news