Gold & Silver Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

ફેસ્ટિવ સીઝનમાં સોના-ચાંદીની માંગ જોવા મળી રહી છે. પાછલાથી પાછલા સપ્તાહે શુક્રવારે જે સોનું 50,550 રૂપિયા હતું, તે પાછલા સપ્તાહ શુક્રવાર સુધી 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. એટલે કે માત્ર એક સપ્તાહમાં સોનામાં 1700 રૂપિયા જેટલો વધારો થયો હતો.
 

Gold & Silver Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ સોના-ચાંદીની કિંમતોમાં આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે  તેજી (Gold Price Surge) જોવા મળી છે. દિલ્હી સોની બજારમાં આજે સોનું 277 રૂપિયા વધીને  52,183 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. આ પહેલાના સત્રમાં સોનું  51,906 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. આજે ચાંદીની કિંમતોમાં શાનદાર તેજી જોવા મળી છે. ચાંદીની કિંમત 694 રૂપિયાની તેજીની સાથે 65,699 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થઈ હતી. પાછલા સત્રમાં ચાંદી 65,005 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થઈ હતી. 

પાછલા સપ્તાહે સોના-ચાંદીમાં આવી કેટલી તેજી
ફેસ્ટિવ સીઝનમાં સોના-ચાંદીની માંગ જોવા મળી રહી છે. પાછલાથી પાછલા સપ્તાહે શુક્રવારે જે સોનું 50,550 રૂપિયા હતું, તે પાછલા સપ્તાહ શુક્રવાર સુધી 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. એટલે કે માત્ર એક સપ્તાહમાં સોનામાં 1700 રૂપિયા જેટલો વધારો થયો હતો. તો ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે. પાછલા સપ્તાહે શુક્રવારે ચાંદીનો ભાવ 60,383 રૂપિયા પ્રતિ કિલો હતો, જે માત્ર એક સપ્તાહમાં 4894 એટલે કે આશરે 4900 રૂપિયા વધીને  65,277 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જોવામાં આવે તો પાછલુ સપ્તાહ સોના-ચાંદી માટે શાનદાર સાબિત થયું છે. 

વાયદા બજારમાં પણ વધ્યું સોનું
હાજર બજારની તાજા માગથી સોનાનો વાયદા ભાવ સોમવારે 308 રૂપિયાના વધારા સાથે 52475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બરના કરાર વાળા સોનાના ભાવમાં 308 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જેમાં 12,577 લોટનો કારોબાર થયો હતો. ન્યૂયોર્કમાં સોનું 0.43 ટકાના વધારા સાથે 1,960 ડોલર પ્રતિ ઔંસ પર હતું. 

ચાંદી પણ વાયદા બજારમાં મોંઘી
હાજર માંગ વધવાને કારણે સટોરિયા દ્વારા સોદા વધારવામાં આવતા વાયદા બજારમાં ચાંદીની કિંમત સોમવારે 969 રૂપિયા વધીને 66,304 રૂપિયા કિલો પર પહોંચી ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બર મહિનાના કરાર વાળી ચાંદીની કિંમત 969 રૂપિયા એટલે કે 1.48 ટકાના વધારા સાથે 66,304 પ્રતિ કિલો રહી હતી. તેમાં 14,441 લોટનો કારોબાર થયો હતો. વિશ્લેષકો અનુસાર સકારાત્મક ઘરેલૂ પ્રવૃત્તિ વચ્ચે સહભાગીઓના સોદા વધારવાથી ચાંદીની કિંમતમાં તેજી આવી. તો ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 0.75 ટકાના વધારા સાથે 25.86 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news