UP: કોંગ્રેસે ઉમેદવારોના નામની બીજી યાદી બહાર પાડી, MLA અદિતિ સિંહે આપ્યું રાજીનામું

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની  બીજી યાદી બહાર પાડી છે. કોંગ્રેસે 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાંથી 16 મહિલાઓ ઉમેદવારોના નામ છે. આ સાથે જ પાર્ટીને એક મોટો ફટકો પણ પડ્યો છે. કારણ કે વિધાયક અદિતિ સિંહે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. 

UP: કોંગ્રેસે ઉમેદવારોના નામની બીજી યાદી બહાર પાડી, MLA અદિતિ સિંહે આપ્યું રાજીનામું

લખનૌ: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની  બીજી યાદી બહાર પાડી છે. કોંગ્રેસે 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાંથી 16 મહિલાઓ ઉમેદવારોના નામ છે. આ સાથે જ પાર્ટીને એક મોટો ફટકો પણ પડ્યો છે. કારણ કે વિધાયક અદિતિ સિંહે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. 

40 ટકા મહિલાઓને ટિકિટ
અત્રે જણાવવાનું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વચન આપ્યું છે કે યુપીમાં પાર્ટી 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે. આ અગાઉ કોંગ્રેસે પહેલી યાદીમાં 125 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં 50 મહિલાઓ સામેલ હતી. 

કોંગ્રેસે 41 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી

અદિતિ સિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
રાયબરેલી સદર સીટથી વિધાયક અદિતિ સિંહે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા છોડી છે. અદિતિ સિંહે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું. તેમણે પત્રમાં લખ્યું કે તમને અવગત કરાવવાના છે કે હું ભારતીય કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપું છું. કૃપા કરીને સ્વીકાર કરશો. 

UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news