CAAના વિરોધમાં આજે કોંગ્રેસ રાજઘાટ પર ઘરણા ધરશે, રાહુલે યુવાઓને કરી અપીલ-'વિરોધમાં સાથ આપો'

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોંગ્રેસ આજે રાજઘાટ પર ધરણા ધરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ ધરણામાં સામેલ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આ ધરણા સીએએ અને એનઆરસી વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થન અને નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં છે. 

CAAના વિરોધમાં આજે કોંગ્રેસ રાજઘાટ પર ઘરણા ધરશે, રાહુલે યુવાઓને કરી અપીલ-'વિરોધમાં સાથ આપો'

નવી દિલ્હી:નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) વિરુદ્ધ કોંગ્રેસ આજે રાજઘાટ પર ધરણા ધરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ ધરણામાં સામેલ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આ ધરણા સીએએ અને એનઆરસી વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થન અને નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં છે. 

કોંગ્રેસે (Congress) દિલ્હીના રાજઘાટમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવા ઉપરાંત આજે કેટલાક રાજ્યોમાં શાંતિથી માર્ચ કાઢવાની યોજના બનાવી છે. આજે સવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ  કરીને વિદ્યાર્થીઓ અને યુવાઓને આ ધરણામાં સામેલ થવા માટે આહ્વાન કર્યું. 

RAHUL TWEET

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે વિરોધ પ્રદર્શન પહેલા પણ યુવાઓ માટે કરેલી ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહ પર પ્રહાર કર્યો. મોદી તથા શાહે તમારું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું. તેઓ નોકરીઓ આપી શકતા નથી અને તેમણે અર્થવ્યવસ્થાને જે નુકસાન પહોંચાડ્યું છે તેને લઈને તમારી નારાજગીનો તેઓ સામનો  કરી શકતા નથી. આ જ કારણે તેઓ આપણા પ્રિયજનોના ભાગલા પાડી રહ્યાં છે અને નફરત પાછળ છૂપાઈ રહ્યાં છે. આપણે દરેક ભારતીય તરફથી પ્રેમથી જવાબ આપીને તેમને હરાવી શકીએ છીએ. 

જુઓ LIVE TV

કોંગ્રેસ વિદ્યાર્થીઓ તથા બીજા અસંતુષ્ટ લોકોના સમર્થનમાં આગળ આવી છે અને લોકોનો અવાજ નહીં સાંભળવાના કારણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.  કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે શનિવારે કહ્યું હતું કે ભાજપ સરકારની હાલની કાર્યવાહીને લઈને દેશના લોકોમાં વ્યાપક અસંતોષ છે. ખાસ કરીને યુવાઓમાં. તેમણે બંધારણ દ્વારા મળેલા અધિકારોને બચાવવા માટે સંઘર્ષ કરવાનું આહ્વાન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news