કઇ રીતે લાગુ થશે લઘુત્તમ આવક યોજના, કોને મળશે ફાયદો ? જાણો સમગ્ર માહિતી

ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ પક્ષો લોકોને લલચાવવા માટે યોજનાઓની જાહેરાતો કરી રહ્યા છે

કઇ રીતે લાગુ થશે લઘુત્તમ આવક યોજના, કોને મળશે ફાયદો ? જાણો સમગ્ર માહિતી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કાની ચૂંટણી 11 એપ્રીલે યોજાવા જઇ રહી છે. તે પહેલા કોંગ્રેસે મતદાતાઓને લલચાવવા માટે એક મોટી યોજનાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અનુસાર દેશનાં 20 ટકા ગરીબોને લઘુત્તમ આવક મળી રહે તે માટે સરકાર સરકાર ચુકવણુ કરશે. એટલે કે લઘુત્તમ આવકમાં ઘટતી રકમ સરકાર તરફથી મળશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અનુસાર 20 ટકા ગરીબ પરિવારોનાં ખાતામાં દર વર્ષે સીધા 72 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. 

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, એવી યોજના વિશ્વનાં કોઇ પણ દેશમાં લાગુ નથી અને તેનો લાભ 25 કરોડ લોકોને મળવાનો છે. આ યોજનાને ન્યાય સ્કીમનું નામ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષના અનુસાર 'ન્યાય સ્કીમ' યોજનાનો ઇરાદો લોકોને ગરીબી રેખાથી ઉપર ઉઠાવવાનો છે. જેના હેઠળ દરેક ગરીબ પરિવારને માસિક કમાણી 12 હજાર રૂપિયા સુધી પહોંચાડવામાં આવશે. ઉદાહરણ માટે જો તમારી આવક 7 હજાર રૂપિયા માસિક છે તો કોંગ્રેસ સરકાર 12 હજારમાં ઘટતના 5 હજાર રૂપિયા તે પરિવારને ચુકવશે. જો તમારી આવક માસિક 2 હજાર રૂપિયા છે તો કોંગ્રેસ સરકાર ખુટતા 10 હજાર રૂપિયા ચુકવશે. આ રીતે તે દરેક ગરીબને લઘુત્તમ આવકની શ્રેણીમાં નાખશે. 

જો તમારી આવક 12 હજાર કે તેનાથી વધારે હશે તો આ સુવિધાના તમે હકદાર નહી રહો. અત્રે ઉલ્લેખનીય છે કે, પૈસા સીધા જ તમારા બેંક એકાઉન્ટમાં આવશે. બેંક પાસે ઓનલાઇન તમામ માહિતી હશે. સરળ શબ્દોમાં કહીએ તો જેમની આવક 12 હજાર રૂપિયાથી ઓછી છે તેમને સરકાર 12 હજાર રૂપિયા સુધી પહોંચાડવામાં મદદ કરશે. કોંગ્રસાધ્યક્ષનો દાવો છે કે 20 ટકા ગરીબને આ સ્કીમનો ફાયદો મળશે. દરેક પરિવારમાં સરેરાશ 5 કરોડ રૂપિાય હોય છે એવામાં આ સ્કીમનો ફાયદો 25 કરોડ લોકોને મળશે.

એક અનુમાન અનુસાર આટલી વિશાળ સ્કીમને લાગુ કરવા માટે આશરે 3.60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શખે છે. જો કે સ્કીમમાં તે સ્પષ્ટ નથી કે બેરોજગાર હોવાની સ્થિતીમાં પરિવારને લાભ મળશે કે નહી. 
રાહુલ ગાંધીએ આપેલા વચનની મહત્વની વાતો

72 હજાર રૂપિયા વાર્ષિક ચુકવાશે
- 20 ટકા ગરીબ પરિવારોને આવકની ગેરેન્ટીનો લાભ
- 5 કરોડ પરિવારોને મળશે ફાયદો
- 25 કરોડ લોકોને મળશે યોજનાનો લાભ
- યોજનાને લાગુ કર્યા પછી વાર્ષિક 3.60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news