કોંગ્રેસે વધારે 26 મુરતિયા કર્યા જાહેર, નિરુપમને ટિકિટ તો મળી પણ અધ્યક્ષનું પદ છીનવાયું
પ્રથમ યાદીમાં 26 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જો કે સંજય નિરુપમને મુંબઇનાં અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા છે
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માટે મંગળવારે ઉમેદવારોની જાહેરાત રકી હતી. આ યાદીમાં 26 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે પશ્ચિમ બંગાળથી 25 અને મહારાષ્ટ્રથી 1 લોકસભા સીટ પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી છે.
કોંગ્રેસનાં આ યાદીમાં મુંબઇથી સંજય નિરુપમનું નામ છે. જ્યારે 25 નામ પશ્ચિમ બંગાળનાં છે. સંજય નિરુપમને મુંબઇ- ઉત્તરપશ્ચિમથી ટીકિટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી ઉમેદવારોનાં નામની જાહેરાત સાથે જ કોંગ્રેસે ઓરિસ્સા વિધાનસભા માટે પણ 4 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને રાંકાપાએ શનિવારે મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અને રાંકાપામાં ક્રમશ 26 અને 22 સીટો પર ચૂંટણી લડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય નિરુપમને ટિકિટ તો ફાળવી દેવામાં આવી છે પરંતુ તેમની પાસેથી મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છીનવી લેવામાં આવ્યું છે. સંજય નિરુપમના સ્થાને મિલિંદ દેવડાને મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નિરુપમનો કાર્યકાળ ઘણો વિવાદિત રહ્યો છે.નિરુપમે ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓને પૈસા આપવાની વાત કરી હતી. નિરુપમ મુંબઇ સાઉથ સેન્ટ્રલ માટે કાર્યકર્તાઓને પૈસા આપવાની વાત કરી હતી. નિરુપમ સાઉથ સેન્ટ્રલના રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં ઉમેદવાર એકનાથ ગાયકવાડનો પ્રચાર કરવા માટે જનસભામાં પહોંચ્યા હતા.
જનસભામાં સંજય નિરુપમે કહ્યું કે, આપણે પૈસા વહેંચવામાં પંજાબ-શિવસેનાની બરાબરી નહી કરી શકીએ. તેણે સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર ગાયકવાડને પુછ્યું કે, કેમ ગાયકવાડ સાહેબ પૈસા તો છેને તમારી પાસે, ભાજપ-શિવસેના જેટલા નહી પરંતુ પૈસા તો છે ને તો થોડા થોડા કાર્યકર્તાઓને પણ આપો. નિરુપમની આ વાત સાંભળીને ગાયકવાડ થોડા ઝંખવાણા પડી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે