તમારા પ્રધાનમંત્રી મોદી OBC પેદા નથી થયા, તેમને ભાજપે OBC બનાવ્યા: રાહુલ ગાંધી

Rahul Gandhi: રાહુલ ગાંધીએ કહ્યું કે, "લોકોને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે.  પીએમ મોદીનો જન્મ ઓબીસી વર્ગમાં થયો નહતો. તેઓ ગુજરાતની તેલી જાતિમાં પેદા થયા હતા. આ સમુદાયને ભાજપે વર્ષ 2000માં ઓબીસી ટેગ આપ્યો હતો. તેમનો જન્મ જનરલ કાસ્ટમાં થયો હતો.

તમારા પ્રધાનમંત્રી મોદી OBC પેદા નથી થયા, તેમને ભાજપે OBC બનાવ્યા: રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઓબીસી જાતિમાં પેદા નહતા થયા, તેઓ તો જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા. પરંતુ ભાજપ લોકોને એમ કહીને મુરખ બનાવે છે કે પીએમ ઓબીસી જાતિમાં પેદા થયા હતા. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, "લોકોને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે.  પીએમ મોદીનો જન્મ ઓબીસી વર્ગમાં થયો નહતો. તેઓ ગુજરાતની તેલી જાતિમાં પેદા થયા હતા. આ સમુદાયને ભાજપે વર્ષ 2000માં ઓબીસી ટેગ આપ્યો હતો. તેમનો જન્મ જનરલ કાસ્ટમાં થયો હતો. તેઓ ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી થવા દેશે નહીં કારણ કે તેમનો જન્મ ઓબીસીમાં થયો નથી. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો છે. તેઓ દુનિયાને ખોટું બોલી રહ્યા છે કે તેઓ ઓબીસીમાં પેદા થયા હતા."

— ANI (@ANI) February 8, 2024

રાહુલ ગાંધીએ વધુમાં એમ પણ કહ્યું કે મને ખબર છે કે તેઓ ઓબીસી નથી, કારણ કે તેઓ ઓબીસીને ગળે લગાવતા નથી. તેઓ જાતિ ગણતરી નહીં કરાવે કારણ કે તેઓ ઓબીસી છે જ નહીં. કરોડોનો સૂટ પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર કહે છે. સવારે નવો ડ્રેસ, સાંજે નવો ડ્રેસ, અને રોજ નવો નવો ડ્રેસ પહેરે છે અને પોતાને ઓબીસી કહે છે. 

રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે જડબાતોડ જવાબ આપ્યો છે. ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી વોટબેંકની, તૃષ્ટિકરણી રાજનીતિ રમી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઓબીસી સમાજનું ફરી એકવાર અપમાન કર્યું છે. નરેન્દ્ર મોદીએ 2024ની ચૂંટણીમાં આ દેશનો યુવા, મહિલા આગમિં25 વર્ષમાં નેતૃત્વ વધે તેવી કલ્પના કરી છે. રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે. OBC સમાજ ને ચોર કહેવા, તેમનું અપમાન કરવું. 2000 ના વર્ષમાં મોદી મુખ્ય મંત્રી નહતા. 25 જુલાઈ 1994માં તેલી સમાજનો OBCમાં સમાવેશ કર્યો હતો. રાહુલ ગાંધીના એક બાદ એક નિવેદનથી તેમની શું સ્થિતિ થઈ છે તે આખા દેશ ને ખબર છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news