સ્વામી વિવેકાનંદ સાથે પીએમની તુલના પર બોલતા મર્યાદા ભૂલી ગયા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી


ચૌધરીએ વડાપ્રધાન માટે એક શબ્દનો ઉપયોગ કર્યો જેના પર ભાજપના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેને કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.
 

સ્વામી વિવેકાનંદ સાથે પીએમની તુલના પર બોલતા મર્યાદા ભૂલી ગયા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ફરી એક અસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમણે ભાજપના એક સભ્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવા પર વિરોધ વ્યક્ત કરતા પીએમ મોદી માટે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો, જેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવો પડ્યો છે. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજને કહ્યું કે, સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક યુગમાં રહેતા હતા, જ્યારે આપણે ભૌતિક યુગમાં છીએ. ત્યારબાદ એક શબ્દએ સંસદમાં બબાલ ઉભી કરી દીધી હતી. આ દરમિયાન તેમની ભાજપના કેટલાક સભ્યો સાથે બોલાચાલી પણ થઈ હતી. 

હકીકતમાં, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગૃહમાં ઝઈ રહેલી ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ચૌધરીએ કહ્યું કે, મંગળવારે ભાજપના સભ્ય સત્યપાલ સિંહે વડાપ્રધાન મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરી હતી જેનું નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. તેમણે કહ્યું કે, કોઈ કોઈની તુલના ગમે તેની સાથે કરી શકે છે, તે તેનો અધિકાર છે, પરંતુ નરેન્દ્ર નાથ દત્ત (સ્વામી વિવેકાનંદ) આધ્યાત્મિક યુગમાં હતા અને યોગી હતા જ્યારે આજે આપણે ભૌતિક યુગમાં છીએ. 

— ANI (@ANI) February 5, 2020

ચૌધરીએ વડાપ્રધાન માટે એક શબ્દનો ઉપયોગ કર્યો જેના પર ભાજપના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેને કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ચૌધરી પોતાની વાતનું પુનરાવર્તન કરતા રહ્યાં અને બાદમાં તેમણે કહ્યું કે, આપણે બધા ભૌતિક યુગમાં રહીએ છીએ. ભાજપના નિશિકાન્ત દુબે તથા અન્ય સભ્યોએ તેમની વાતનો વિરોધ કર્યો હતો. 

સતત વિવાદિત નિવેદન આપતા રહે છે અધીર
અધીર રંજન પોતાના વિવાદિત નિવેદનોને કારણે ઘણીવાર ચર્ચામાં આવી ચુક્યા છે. તેમણે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવવા પર વિરોધ વ્યક્ત કરતા લોકસભામાં કહ્યું હતું કે, ભારત સરકાર આવું તે માટે ન કરી શકે કારણ કે જમ્મૂ-કાશઅમીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો હતો અને આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ છે. અધીરના આ નિવેદનથી પાર્ટી પણ મુશ્કેલીમાં આવી ગઈ હતી. અધીરે લોકસભામાં જ મહિલાઓ વિરુદ્ધ અપરાધ પર સરકારને ઘેરવાના પ્રયત્નમાં કહી દીધું કે ભારત 'મેક ઈન ઈન્ડિયા'થી 'રેપ ઈન ઈન્ડિયા' તરફ વધી રહ્યું છે. 

પીએમ મોદીએ કર્યું Defence Expoનું ઉદઘાટન, કહ્યું- અટલજીનું સપનું પુરૂ થયું

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઘુષણખોર ગણાવીને વિવાદ ઉભો કરી દીધો હતો. તેમના આ નિવેદનને પણ ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાએ સેના પર પણ નિવેદન આપતા મર્યાદા ન રાખી. તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લઈને આપવામાં આવેલા નવા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેના નિવેદન પર ચેતવણી આપી દીધી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news