કોંગ્રેસ નેતા સંજય ઝા કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરેન્ટીન


કોંગ્રેસ નેતા અને પ્રવક્તા કોરોના વાયરસનો શિકાર બન્યા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 
 

કોંગ્રેસ નેતા સંજય ઝા કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરેન્ટીન

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પ્રવક્તા સંજય ઝા (Sanjay Jha) પણ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને ખુદ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, કોઈ પ્રકારના લક્ષણ ન હોવાને કારણે તેઓ એક સપ્તાહથી વધુ સમય ઘરમાં ક્વોરેન્ટીન રહેશે. 

તેમણે લોકોને અપીલ કરી છે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમણના ખતરાને ઓછો આંકે નહીં.

Do take care all.

— Sanjay Jha (@JhaSanjay) May 22, 2020

સંજય ઝાએ શુક્રવારે એક ટ્વીટમા કહ્યુ, હું કોવિડ-19થી સંક્રમિત છુ. મારામાં સંક્રમણના કોઈ લક્ષણ દેખાયા નથી, તેથી હું આગામી 10-12 દિવસ સુધી ઘરમાં ક્વોરેન્ટીન રહીશ. મહેરમાની કરીને એક-બીજાથી સંક્રમિત થવાના ખતરાને ગંભીરતાથી લો, કારણ કે આપણે બધા લાચાર છીએ. તમારૂ ધ્યાન રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news