UP: પૂર્વ કેન્દ્રીય મંત્રી RPN સિંહ ભાજપમાં જોડાયા, કોંગ્રેસે લગાવ્યા આ આરોપ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાહુલ ગાંધીના નીકટના ગણાતા આરપીએન સિંહ (RPN Singh) ભાજપમાં જોડાઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાહુલ ગાંધીના નીકટના ગણાતા આરપીએન સિંહ (RPN Singh) ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આરપીએન સિંહે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપની સદસ્યતા લીધી. સૂત્રોના જણાવ્યાં મુજબ આરપીએન સિંહ ભાજપની ટિકિટ પર પડરૌના સીટથી સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે.
આરપીએન સિંહના ભાજપમાં સામેલ થવા પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે હું આજે હ્રદયથી આરપીએન સિંહનું પાર્ટીમાં સ્વાગત કરું છું.
#WATCH Former Union minister & Congress leader RPN Singh joins Bharatiya Janata Party in Delhi, ahead of Uttar Pradesh Assembly elections pic.twitter.com/HTGrFoNHDK
— ANI (@ANI) January 25, 2022
નવા અધ્યાયની શરૂઆત કરશે આરપીએન સિંહ
આરપીએન સિંહે ટ્વીટ કરીને કહ્યું કે 'આજે જ્યારે આખુ રાષ્ટ્ર ગણતંત્ર દિવસનો ઉત્સવ મનાવી રહ્યો છે, હું મારા રાજનીતિક જીવનમાં નવા અધ્યાયનો આરંભ કરી રહ્યો છું. જય હિન્દ.'
आज, जब पूरा राष्ट्र गणतन्त्र दिवस का उत्सव मना रहा है, मैं अपने राजनैतिक जीवन में नया अध्याय आरंभ कर रहा हूँ।
जय हिंद
— RPN Singh (@SinghRPN) January 25, 2022
This is a new beginning for me and I look forward to my contribution to nation building under the visionary leadership & guidance of the Honourable Prime Minister Shri @narendramodi, BJP President Shri @JPNadda ji & Honourable Home Minister @AmitShah ji.
— RPN Singh (@SinghRPN) January 25, 2022
આરપીએન સિંહે સોનિયા ગાંધીને લખ્યો પત્ર
પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી તત્કાળ પ્રભાવથી મારું રાજીનામું આપુ છું. મને રાષ્ટ્ર અને પાર્ટીની સેવાની તક આપવા બદલ આભાર.
કોંગ્રેસે લગાવ્યા આ આરોપ
આ બાજુ આરપીએન સિંહ પર આરોપ લગાવતા કોંગ્રેસના નેતા સુપ્રિયાએ કહ્યું કે કોઈ વ્યક્તિ બિલકુલ વિપરિત વિચારધારાવાળી પાર્ટીમાં કેવી રીતે જઈ શકે? આરપીએન સિંહ કાયર છે.
#WATCH | The battle which Congress party is fighting can be fought only with bravery... It requires courage, strength and Priyanka Gandhi Ji has said that coward people can't fight it: Congress Spokesperson Supriya Shrinate on RPN Singh's resignation from the party pic.twitter.com/gGqONbdIYG
— ANI (@ANI) January 25, 2022
ભાજપનો મોટો માસ્ટરસ્ટ્રોક
નોંધનીય છે કે યુપીના કુશીનગર અને આસપાસના વિસ્તારમાં આરપીએન સિંહનો સારો એવો પ્રભાવ છે. આરપીએન સિંહનું ભાજપમાં સામેલ થવું એ મોટો માસ્ટર સ્ટ્રોક બની શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આરપીએન સિંહ પડરૌના સીટ પર સ્વામી પ્રસાદ મૌર્યને પડકાર ફેંકી શકે છે. સ્વામી પ્રસાદ મૌર્ય હાલમાં જ ભાજપ છોડીને સપામાં જોડાયા છે.
ઓબીસી સમાજમાંથી આવે છે આરપીએન સિંહ
અત્રે જણાવવાનું કે આરપીએન સિંહ યુપીના કુશીનગર જિલ્લાના રહીશ છે. તેઓ યુપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે યુપી ચૂંટણી માટે તેમનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ હતું. તેઓ પડરૌના વિધાનસભા બેઠકથી કોંગ્રેસ પાર્ટી તરફથી 1996, 2002, અને 2007માં વિધાયક પણ રહી ચૂક્યા છે. આરપીએન સિંહ ઝારખંડના પ્રભારી પણ રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ યુપી યૂથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ અત્યાર સુધી કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને ઝારખંડના પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યા હતા. આરપીએન સિંહ કેન્દ્રમાં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહ્યા. તેઓ 2009થી 2014 સુધી યુપીની કુશીનગર લોકસભા સીટથી સાસંદ રહ્યા. વર્ષ 2014માં જો કે ત્યારબાદ તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો.
આરપીએન સિંહનું નામ હવે કોંગ્રેસ છોડનારા તે પ્રમુખ યુવા નેતાઓમાં સામેલ થઈ ગયું છે જે એક સમયે રાહુલ ગાંધીના નીકટના લોકોમાં ગણાતા હતા. આ અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદ પણ ભાજપમાં સામેલ થઈ ગયા તો સુષ્મિતા દેવ અને અશોક તંવર જેવા કેટલાક નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાં ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે