દિગ્વિજય સિંહ પહોંચ્યા શાહીન બાગ, CAA પ્રદર્શનકારીઓને મળ્યા

એક મહિના કરતા વધુ સમયથી શાહીન બાગમાં આ જોગવાઈ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. 
 

દિગ્વિજય સિંહ પહોંચ્યા શાહીન બાગ, CAA પ્રદર્શનકારીઓને મળ્યા

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શનકારીઓને મળવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પહોંચ્યા હતા. એક મહિના કરતા વધુ સમયથી શાહીન બાગમાં આ જોગવાઈઓ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. દિગ્વિજય સિંહ તેનું સમર્થન કરવા પહોંચ્યા હતા. આ વચ્ચે કાલિંદી કુંજ રોડ પર સીએએના વિરોધમાં ધરણા પ્રદર્શનનો મામલો આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. વકીલ અમિત સાહનીએ સુપ્રીમમાં દાખલ અરજીમાં કહ્યું કે, રોડ જામથી લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ દિલ્હી હાઈકોર્ટે સ્થિતિના મોનિટરિંગને લઈને કોઈ ખાસ નિર્દેશ આપવાની જગ્યાએ પોલીસને યોગ્ય પગલા ભરવાનું કહીને મામલાનું સમાધન કરી દીધું. 

અરજીકર્તાએ માગ કરી છે કે ત્યાં બની રહેલી સ્થિતિને વધુ ખરાબ થતી રોકવા અને હિંસક થતી બચવા માટે સુપ્રીમ કોર્ટ પોતાના નિવૃત જજ કે દિલ્હી હાઈકોર્ટના સેવારત જજ પાસે મોનિટરિંગ કરાવે. 

— ANI (@ANI) January 20, 2020

આ પહેલા 14 જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યો હતો કે તે કાલિંદી કુંજ- શાહીન બાગ માર્ગ પર અવર-જવરને સરળ બનાવે અને સમયસ્યાનો સમયબદ્ધ રીતે કાયદા અનુસાર ઉકેલ લાવે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન. પટેલ અને ન્યાયમૂર્તિ સી. હરિશંકરની આગેવાની વાળી દિલ્હી હાઈકોર્ટની પીઠે આ નિર્દેશ પસાર કર્યાં અને અરજીનો હલ કરી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news