દિલ્હીઃ હાર બાદ પીસી ચાકો અને સુભાષ ચોપડાનું રાજીનામું મંજુર, શક્તિસિંહને અપાયો ચાર્જ


સોનિયા ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને અંતરિમ પ્રદેશ પ્રભાવી બનાવ્યા છે. 
 

દિલ્હીઃ હાર બાદ પીસી ચાકો અને સુભાષ ચોપડાનું રાજીનામું મંજુર, શક્તિસિંહને અપાયો ચાર્જ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં કોંગ્રેસના કારમા પરાજય બાદ પ્રદેશ પ્રભાવી પીસી ચાકો અને પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંન્ને નેતાઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. મહત્વનું છે કે, મંગળવારે આવેલા દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ પાર્ટીના ખાતામાં શૂન્ય સીટ આવી હતી. 2015ની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું ખાતું ખાલી રહ્યું હતું. 

પીસી ચાકો અને સુભાષ ચોપડાએ પાર્ટીના કારમા પરાજયની નૈતિક જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આજે સાંજે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંન્નેના રાજીનામાંનો શિકાર કરી લીધો છે. 

— ANI (@ANI) February 12, 2020

શક્તિ સિંગ ગોહિલ બન્યા અંતરિમ પ્રદેશ પ્રભારી
સોનિયા ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને અંતરિમ પ્રદેશ પ્રભાવી બનાવ્યા છે. હવે ગોહિલ નવા પ્રભારીની નિમણૂંક થયા સુધી પાર્ટીનું કામકાજ સંભાળશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જારી અખબારી યાદી અનુસાર, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ચોપડા અને પ્રદેશ પ્રભારી પીસી ચાકોનું રાજીનામું મંજૂર કરી લીધું છે. હવે નવી નિમણૂંક સુધી બંન્ને નેતા શક્તિસિંહ ગોહિલની મદદ કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news