નિર્મલાએ સૂટકેસને કહ્યું અલવિદા, ચિદમ્બરમે કહ્યું અમારા નાણામંત્રી iPadમાં લાવશે ડોક્યુમેન્ટ

નિર્મલા સીતારમણના પહેલા બજેટમાં પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરે ફગાવતા તેને ખોખલુ ગણાવ્યું હતું

નિર્મલાએ સૂટકેસને કહ્યું અલવિદા, ચિદમ્બરમે કહ્યું અમારા નાણામંત્રી iPadમાં લાવશે ડોક્યુમેન્ટ

નવી દિલ્હી : દેશનું બજેટ શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કર્યું. આ બજેટ મુદ્દે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. બીજી તરફ યુપીએ સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા પી. ચિદમ્બરમે બજેટને ખોખલુ કરી દીધું છે. સાથે જ કહ્યું કે, સરકાર બજેટમાં શું કરવા માંગે છે તે સ્પષ્ટ નથી. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના અનુસાર નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ અસ્પષ્ટ છે. આ ભાષણને સાંભલીને તમે તે જાણી શકો નહી કે સરકાર શું કરવા માંગે છે. સરકાર લોકોને તે નથી જાણાવતી કે તે કરવા શું માગે છે. આ બજેટમાં ડિફેન્સ, મિડ ડે મિલ, મનરેગા માટે ફાળવાયેલી રકમ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. 
અમારા બંન્ને ભાઇઓ વિરુદ્ધ કોઇ બોલશે તો ચીરી નાખીશું: તેજપ્રતાપનું વિવાદિત નિવેદન
કેવા પ્રકારની કોમેડી ? 
ચિદમ્બરમે કહ્યું કે, પાનકાર્ડ વગર માત્ર આધારકાર્ડ દ્વારા આઇટી રિટર્ન ફાઇલ કરવાની સુવિધાની જાહેરાત થઇ છે. તમને યાદ છે કે જ્યારે આધારને આઇટીઆર ફાઇલિંગ માટે ફરજીયાત કરવામાં આવ્યું તો સવાલ ઉઠ્યો કે જ્યાપે પાન કાર્ડ છે તો આધારની જરૂર શું છે. હવે તમે કહી રહ્યા છો કે આઇટીઆર પાનકાર્ડ વગર જ ભરી શકશો. મને ખબર નથી પડી રહી કે આ કોઇ કોમેડી શો છે ? મને ખબર નથી પડતી કે તો પછી પાન અને આધારને લિંક કરવાની જરૂર છે. આ સરકાર પહેલા કાયદાઓમાં સંશોધન કરે છે પછી વિચારે છે. ચિદમ્બરમે કહ્યું કે, જમાનો ડિજિટલ તઇ રહ્યો છે લોકોને રોકડનો ઉપયોગ માટે મજબુર ન કરવામાં આવવું જોઇએ. તેમણે મોદી સરકારનાં પેટ્રોલ અને ડિઝલ પર સેસ લગાવવાનાં નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા. 

ભાજપ-કોંગ્રેસ બાદ હવે શિવસેના નગરસેવકની દબંગાઇ, ચિકન વેપારીને માર્યો માર
વહી ખાતાઓ પર પણ વ્યંગ
પી.ચિદમ્બરમે નિર્મલા સીતારમણ વહી ખાતા પર પણ વ્યંગ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કોંગ્રેસનાં  નાણામંત્રી આઇપેડ મુદ્દે જશે. મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પહેલું બજેટ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણના હાથમાં લાલ બ્રિફકેસનાં બદલે બજેટનાં દસ્તાવેજ લાલ મખમલી કાપડમાં લપેટાયેલા જોવા મળ્યા. એવું પહેલીવાર એવું થયું છે જ્યારે લેધરની બેગ કે બ્રિફકેસ બંન્ને આ બજેટમાંથી ગાયબ થઇ ગયા હોય. બજેટની આ નવી પરંપરાને વહીખાતા જણાવવામાં આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news