2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને મળ્યું ટ્રમ્પકાર્ડ, આમ ઉકેલશે BJP
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ મુખ્યમથકમાં શનિવારે કોંગ્રેસી કાર્યસમિતીની બેઠકનું આયોજન થયું હતું
Trending Photos
નવી દિલ્હી : રાહુલ ગાંધીના નેતૃત્વમા કોંગ્રેસ મુખ્યમથકમાં શનિવારે (04 ઓગષ્ટ)ના રોજ કોંગ્રેસી કાર્યસમિતીની બેઠક થઇ. તેમાં અસમના એનઆરસી, રાફેલ ડીલ, પીએનબી ફ્રોડમાં આરોપી મેહુલ ચોક્સી અને દેશના હાલનાં આર્થિક પરિસ્થિતી અંગે ચર્ચા થઇ. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પુર્વ વડાપ્રધાન મનોમોહન સિંહ, અહેમદ પટેલ, મુકુલ વાસનિક, અશોક ગહલોત, ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની સહિત 30થી વધારે મહત્વપુર્ણ નેતાઓનો સમાવેશ થાય છે.
એનઆરસી કોંગ્રેસ અંગે ભાજપે તેની રૂપરેખા બગાડી
આ બેઠકમાં મોટા ભાગનાં કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, એનઆરસીનો કોન્સેપ્ટ કોંગ્રેસ પાર્ટી મુદ્દે આવી હતી. જેનો ઇરાદો વિદેશીઓની ઓળખ કરવાની હતી અને આ કામ કોંગ્રેસે ઝડપથી કરી, જો કે નરેન્દ્ર મોદી સરકાર ધ્રુવીકરણ માટે આ સમગ્ર મુદ્દે ખોટુ બોલી રહ્યા છે. તે ઉપરાંત કોંગ્રેસ કાર્યસમિતીમાં તે નિશ્ચિત કરવામાં આવ્યું છે કે, મેહુલ ચોક્સી અને રાફેલ ડીલ મુદ્દે પાર્ટી સમગ્ર દેશમાં આંદોલન કરશે. તેની રૂપરેખા ઝડપથી ચાલુ થઇ જશે. કોંગ્રેસે તે પણ આરોપ લગાવ્યો કે રાફેલ ડીલથી સમગ્ર દેશને 48 હજાર કરોડનું નુકસાન થયું છે. તે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારનો મુદ્દે છે જેમાં એક કંપનીનો ફાયદો પહોંચાડવામાં આવ્યો.
છુટેલા લોકોમાં હિંદૂ, બંગાળી અને નેપાળી ગોરખા
કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક બાદ રણદીપ સુરજેવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એનઆરસીની સમગ્ર પ્રક્રિયા અસમ એકોર્ડિંગ, જેને પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ શરૂ કરી હતી, જેના હેટળ ચાલુ કરવામાં આવી. તેમાં તમામની રાય લેવામાં આવી હતી જેથી વિદેશી નાગરિકોની ઓળખ થઇ શકે. 2009ની મનમોહન સિંહની સરકારે 490 કરોડ રૂપિયા એનઆરસી માટે લીધા હતા. જેના હેઠળ વિદેશીઓની ઓળખ કરવાની હતી જો કે 40 લાખ લોકો છુટી ગયા છે. જેમાં બંગાળી હિંદુ, નેપાળી ગોરખા સાથી, રિલિજિયસ માઇનોરિટીની સાથે છે. એટલે સુધી કે યુપી, બિહાર, તિલનાડુ અને અન્ય પ્રાંતોમાંથી આવેલા લોકો ત્યાં વસેલા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીનું માનવું છે કે દરેક ભારતીય નાગરિકને પોતાની નાગરિકતા સાબિત કરવાની તક મળવી જોઇએ. અમે તેની સંપુર્ણ મદદ કરીશું જે ભારતીય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે