72000 રૂપિયા આપવાના વાયદા બાદ કોંગ્રેસ કરી શકે છે વધુ એક મોટી ચૂંટણીલક્ષી જાહેરાત
લોકસભા ચૂંટણી 2019માં સત્તામાં વાપસી કરવા માટે કોંગ્રેસ પાર્ટી હવે નવી જાહેરાત કરી શકે છે. અહેવાલોનું માનીએ તો ન્યૂનતમ આવક યોજના (ન્યાય) અને સ્વાસ્થ્યના અધિકારના ચૂંટણી વાયદા બાદ કોંગ્રેસ હવે પોતાના ઘોષણાપત્રમાં દલિત, ઓબીસી અને અલ્પસંખ્યક સમાજ માટે કઈંક નવી જાહેરાતો કરવાની તૈયારીમાં છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં સત્તામાં વાપસી કરવા માટે કોંગ્રેસ પાર્ટી હવે નવી જાહેરાત કરી શકે છે. અહેવાલોનું માનીએ તો ન્યૂનતમ આવક યોજના (ન્યાય) અને સ્વાસ્થ્યના અધિકારના ચૂંટણી વાયદા બાદ કોંગ્રેસ હવે પોતાના ઘોષણાપત્રમાં દલિત, ઓબીસી અને અલ્પસંખ્યક સમાજ માટે કઈંક નવી જાહેરાતો કરવાની તૈયારીમાં છે. જેમાં ન્યાયપાલિકા, ખાસ કરીને કોર્ટમાં આ વર્ગો માટે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું વચન પ્રમુખ હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે દેશના 20 ટકા ગરીબોને લઘુત્તમ આવક મળી રહે તે માટે ગરીબોના ખાતામાં દર વર્ષે સીધા 72000 રૂપિયા જમા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ ગત 26 માર્ચના રોજ પાર્ટીની ટોચની નીતિ નિર્ધારણ શાખા કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠકમાં ન્યાયને લીલી ઝંડી આપવાની સાથે જ અનુસૂચિત જાતિ-જનજાતિ, ઓબીસી અને અલ્પસંખ્યક વર્ગોના સંદર્ભમાં અનેક પોઈન્ટ્સ તથા સૂચનો પર મંથન થયું. જેમાં કેટલાકને સ્વિકૃતિ પણ અપાઈ. આ બેઠકમાં પી ચિદમ્બરમની અધ્યક્ષતાવાળી સમિતિ તરફથી તૈયાર ઘોષણાપત્રના ડ્રાફ્ટને મંજૂરી અપાઈ. આગામી કેટલાક દિવસોની અંદર પાર્ટી ઘોષણાપત્ર બહાર પાડી શકે છે.
બેઠકમાં હાજર રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે સીડબ્લ્યુસીની બેઠકમાં એ સૂચનમ પર સહમતિ બની કે ન્યાયપાલિકા અને ખાસ કરીને ઉચ્ચ અદાલતોમાં અનુસૂચિત જાતિ-જનજાતિ અને ઓબીસીનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત હોવું જોઈએ. પૂરી શક્યતા છે કે ઘોષણાપત્રમાં તેને જગ્યા મળે.
પાર્ટી આ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે કઈ પદ્ધતિ અપનાવશે તે સવાલ પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે એવું સૂચન હતું કે ન્યાયપાલિકની સાથે સમન્વય અને સહમતિ બનાવીને ન્યાયિક નિયુક્તિ આયોગ કે કોઈ અન્ય વ્યવસ્થા બનાવવામાં આવે. તેના પર પૂરેપૂરી સહમતિ હતી કે આમ કરવામાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને સ્વાયત્તતા પર કોઈ પણ પ્રકારની અસર થવી જોઈએ નહીં.
નોંધનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ અધિનિયમ- 2014ના માધ્યમથી કેટલીક આ પ્રકારની પહેલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવતા ફગાવી હતી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ઘોષણાપત્રમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી વર્ગો માટે કેટલાક વચનો પણ અપાઈ શકે છે. આ વર્ગોમાં જેમના માથે છાપરું નથી તેમને મકાન કે પ્લોટ આપવા પર સહમતિ બની છે. આમ તો કોંગ્રેસના અનુસૂચિત વિભાગે સમાજ સાથે જોડાયેલા બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓ સાથે ઊંડો વિચાર-વિમર્શ કર્યા બાદ થોડા અઠવાડિયા પહેલા જ પાર્ટીની ઘોષણાપાત્ર સમિતિને અનેક સૂચનો મોકલ્યા હતાં.
જેમાં ખાનગી ક્ષેત્રમાં અનામત, પદોન્નતિમાં અનામત, તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ તથા વિભાગોને હાલની અનામત વ્યવસ્થા યોગ્ય ઢબે લાગુ કરવા, ભૂખંડ અને આવાસની વ્યવસ્થા કરવા, તથા કાર્યસ્થળો પર અનુસૂચિત જાતિ-જનજાતિ વર્ગના લોકોના જાતિગત ઉત્પીડનને રોકવા માટે પ્રભાવી વ્યવસ્થા બનાવવાના સૂચનો પ્રમુખ છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે