કાશ્મીર મુદ્દે કોંગ્રેસ અને BJPના વિચાર એક છે, PAK આતંકના અડ્ડા બંધ કરે: શશિ થરૂર
Trending Photos
નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાના પ્રસ્તાવને કોંગ્રેસના નેતાએ ફગાવી દેતા કહ્યું કે ભારતને મધ્યસ્થતાની જરૂર નથી. અમને પાકિસ્તાન સાથે વાત કરવામાં કોઈ મુશ્કેલી નથી પરંતુ જો તેઓ એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં બોમ્બ રાખતા હોય તો અમે તેમની સાથે વાત કરી શકીએ નહીં. તેમણે આતંકના અડ્ડાઓ બંધ કરવા જોઈએ.
કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે આ મામલે કોંગ્રેસ અને ભાજપનું એક જ સ્ટેન્ડ છે. અમે લમણે બંદૂક રાખીને વાતચીત કરી શકીએ નહીં. આ ભારતની સ્થિતિ છે. કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની જરૂરિયાત નથી. અમે તેમની સાથે વાત કરતા નથી કારણ કે તેઓ આતંકવાદીઓને શરણ આપે છે અને અમે તે સ્વીકારી શકીએ નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાધર ઓફ ઈન્ડિયા કહેવા પર તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને કદચ ખબર નથી કે સ્વતંત્ર ભારતનો જન્મ 1947માં થયો હતો અને મોદીજીની જન્મતિથિ 1949 કે 50 છે. આવામાં મુશ્કેલ છે કે પિતા બાળકના જન્મ બાદ પેદા થયા હોય.
Shashi Tharoor: Congress & BJP's stand is the same - we can't negotiate with a gun pointed to our heads. It's the position of India. There's no need of a third party. We're not talking to them (Pakistan) right now because they're using terrorists & we can never accept that.(3.10) https://t.co/nFVI5DQlZF
— ANI (@ANI) October 3, 2019
અત્રે જણાવવાનું કે તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મેં કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને તેમને મધ્યસ્થતાની રજુઆત કરી છે. આ મામલે તેમને અપીલ કરી કે તેઓ મામલાનો ઉકેલ લાવે અને ખતમ કરે. ટ્રમ્પે કહ્યું હતું કે મજબુત સંબંધ બનાવવા અને નિષ્પક્ષ દ્વિપક્ષીય વ્યાપાર પર પાકિસ્તાન અને ભારતના નેતાઓ સાથે વાત થઈ.
આ બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ કહ્યું હતું કે ટ્રમ્પ કાશ્મીર પર મધ્યસ્થતા કરવા માંગે છે તે બધા જાણે છે અને તેમણે કહ્યું પણ છે કે ભારત અને પાકિસ્તાને આ માટે સહમત થવું જોઈએ. દુર્ભાગ્યપૂર્ણ ભારત અમારી સાથે વાતચીત માટે ઈન્કાર કરી રહ્યું છે.
જુઓ LIVE TV
મધ્યસ્થતાના પ્રસ્તાવ પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે મેં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને જાણ કરી હતી કે કાશ્મીર મુદ્દે જો કોઈ સાથે વાતચીતની જરૂર પડી તો તે ફક્ત પાકિસ્તાન સાથે થશે અને તે પણ દ્વિપક્ષીય વાત થશે. કાશ્મીર પર અમને કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે