લોકસભામાં હંગામા પર સ્પીકર ઓમ બિરલાની મોટી કાર્યવાહી, કોંગ્રેસના 7 સાસંદ સસ્પેન્ડ


સંસદમાં સતત થઈ રહેલા હંગામા બાદ લોકસભામાં મોટી કાર્યવાહી થઈ છે. સ્પીકર દ્વારા કોંગ્રેસના 7 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
 

લોકસભામાં હંગામા પર સ્પીકર ઓમ બિરલાની મોટી કાર્યવાહી, કોંગ્રેસના 7 સાસંદ સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સંસદમાં હંગામો અને ધક્કા મુક્કીથી નારાજ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે લોકસભામાં કોંગ્રેસના સાત સાસંદોને સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વનું છે કે બંન્ને ગૃહમાં વિપક્ષા દિલ્હી હિંસા પર હંગામાને કારણે ગૃહ ચાલી શક્યું નથી. તેના પર ઓમ બિરલા નારાજ હતા. જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સ્પીકરની ખુરશીની ખુબ નજીક જઈને નારેબાજી કરી રહ્યાં હતા અને પોસ્ટર દેખાડી રહ્યાં હતા. 

ક્યા સાંસદોને કરવામાં આવ્યા સસ્પેન્ડ
કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ગૌરવ ગોગોઈ, ટીએન પ્રથપન, ડીન કુરીકોસ, આર અન્નીથન, મનિકમ ટૈગોર, બેની બેહન અને ગુરજીત સિંહ ઔજલાનું નામ સામેલ છે. 

— ANI (@ANI) March 5, 2020

ગુરૂવારે સવારે પીઠાસીન સભાપતિ ભર્તુહરિ મહતાબે ઓમ બિરલાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે ગૃહના કામકાજમાં વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે, તેનાથી લોકસભા અધ્યક્ષ દુખી છે, આખો દેશ દુખી છે.'

મહતાબે કહ્યું હતું કે, દિલ્હી તોફાનનો મુદ્દો છે, કોરોના વાયરસને કારણે ઊભી થયેલી સ્થિતિનો મુદ્દો છે, તેના પર ચર્ચા થાય. પરંતુ જે પ્રકારે ગૃહમાં વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે, તેનાથી કોઈનો ફાયદો થવાનો નથી. તો સંસદી કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, મોટા ભાગના સાંસદો ઈચ્છે છે કે ગૃહની કાર્યવાહી ચાલે અને કેટલાક સભ્ય કાર્યવાહીમાં વિઘ્ન પાડી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news