કોમેડિયન Bharti Singh અને તેમના પતિને NCB એ કસ્ટડીમાં લીધા, બંને પર લાગ્યો આ આરોપ
ડ્રગ માફિયા અને બોલીવુડ (Bollywood)વચ્ચે કથિત સંબંધોની તપાસ ચાલી રહી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે જાણિતા કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa)ને કસ્ટડીમાં લીધા
Trending Photos
મુંબઇ: ડ્રગ માફિયા અને બોલીવુડ (Bollywood)વચ્ચે કથિત સંબંધોની તપાસ ચાલી રહી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે જાણિતા કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa)ને કસ્ટડીમાં લીધા. એનસીબીએ જણાવ્યું કે એજન્સી દ્વારા ભારતી સિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં રેડ પાડવામાં આવી હતી, ત્યારબાદ બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
બંને પર ડ્રગ્સ લેવાનો છે આરોપ
ભારતે અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa) પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. એનસીબી બંનેને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઇએ કે ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત માહિતી મળ્યા બાદ એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી, જ્યાંથી એજન્સીને તલાશી દરમિયાન સંદિગ્ધ પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો.
કસ્ટડીમાં વધુ એક ડ્રગ્સ માફિયા
એનસીબી (NCB)એ વધુ એક ડ્રગ પેડલરને કસ્ટડીમાં લીધો છે. જોકે હજુ સુધી તેના વિશે વધુ જાણકારી મળી શકી નથી. NCB સૂત્રોના અનુસાર આ ડ્રગ પેડલરના કેસને ભારતી સિંહના કેસ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. રેડ બાદ ભારતી પોતાની લાલ મર્સિડીઝમાં એનસીબીના અધિકારીઓ સાથે હર્ષ એનસીબીની ઇકો કારમાં ઝોનલ ઓફિસ રવાના થઇ.
અર્જુન રામપાલના ઘરે એનસીબીની રેડ
આ પહેલાં એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે પણ રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબદ અર્જુન રામપાલ (Arjun Rampal)અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. તો બીજી તરફ એનસીબીએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે