મોંઘવારીના માર વચ્ચે મળી મોટી રાહત, સીએનજીના ભાવમાં થયો આટલો ઘટાડો, PNG ના પણ ઘટ્યા

CNG Price: મોંઘવારીના માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે GAIL ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા/SCM નો ઘટાડો કર્યો છે. 

મોંઘવારીના માર વચ્ચે મળી મોટી રાહત, સીએનજીના ભાવમાં થયો આટલો ઘટાડો, PNG ના પણ ઘટ્યા

CNG-PNG Price Slash: મોંઘવારીના માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે GAIL ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા/SCM નો ઘટાડો કર્યો છે. મહાનગર ગેસે પોતાના લાઈસન્સ્ડ એરિયામાં આ કાપ મૂક્યો છે. એમજીએલએ આ પગલું ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ નેચરલ ગેસના ભાવ નિર્ધારણની નવી સિસ્ટમની જાહેરાત બાદ ઉઠાવ્યું છે. આ જાહેરાત બાદ સરકારે સીએનજી અને પાઈપવાળા રાંધણ ગેસના નવા ભાવની પણ જાહેરાત શુક્રવારે કરી. એમજીએલએ ફેબ્રુઆરીમાં પણ સીએનજીના ભાવમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોનો કામ મૂક્યો હતો. આમ છતાં સીએનજીના ભાવ એપ્રિલ 2022ની સરખામણીમાં લગભગ 80 ટકા વધુ બનેલા છે. 

ગ્રાહકોને થશે ફાયદો
એમજીએલએ એક નિવેદનમાં કહ્યું કે તેણે ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ ગેસના ભાવમાં કાપનો ફાયદો સીએનજી-પીએનજીના ગ્રાહકો સુધી પહોંચાડવાની ખુશી છે. આ  નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર અને નજીકના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં આઠ રૂપિયાનો પ્રતિ કિલો અને પીએનજીમાં પાંચ રૂપિયા પ્રતિ ઘન મીટર સુધીનો કામ કરવામાં આવી રહ્યો છે. 

હવે હશે આ ભાવ
અડધી રાતથી પ્રભાવી થઈ રહેલા આ નિર્ણય બાદ સીએનજી 79 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી 49 રૂપિયા પ્રતિ એસસીએમના ભાવ પર મળવા લાગશે. 1 એપ્રિલથી એપીએમ ગેસના ભાવ ભારતીય ક્રૂડ બાસ્કેટના માસિક સરેરાશના 10 ટકા પર હશે. જો કે આ પ્રકારના દર 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુના હાલના ગેસ મૂલ્યની સરખામણીમાં 6.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ પર કેપ કરાશે. દ્વિ વાર્ષિક સંશોધનની હાલની પ્રથાની જગ્યાએ દર મહિને દર નક્કી કરવામાં આવશે. ઓએનજીસી અને ઓઆઈએલના ક્ષેત્રોમાં નવા કૂવાઓ કે હસ્તક્ષેપોથી ઉત્પાદિત ગેસને એપીએમ મૂલ્યથી 20 ટકા વધુ પ્રીમિયમની અનુમતિ હશે. આ પગલાંથી ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને પરિવહન માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ભારે ઘટાડો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news