હાથરસ કેસ: CM યોગીએ પીડિતાના પિતા સાથે કરી વાત, વળતરની જાહેરાત
દરિંદગીનો શિકાર થયેલી હાથરસની પીડિતા (Hathras Victim)ના પરિવાર સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વીડિયો કોલિંગ દ્વારા વાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: દરિંદગીનો શિકાર થયેલી હાથરસની પીડિતા (Hathras Victim)ના પરિવાર સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વીડિયો કોલિંગ દ્વારા વાત કરી છે. આ દરમિયાન છોકરીના પિતાએ મુખ્યમંત્રી સાથે આરોપીઓ વિરૂદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ કેસની તેજી સાથે તપાસ અને સુનાવણી કરવાની પણ માંગ કરી છે. જેના પર મુખ્યમંત્રીએ તેમને વિશ્વાસ અપાવ્યો છે કે તે દોષીઓને છોડશે નહી અને સખત સજા મળશે. આ ઉપરાંત તેમણે પરિવારને વિશ્વાસ અપાવ્યો છે કે વહિવટી તંત્ર તેમને સંભવ મદદ કરશે.
ઉત્તર પ્રદેશ સરકારે પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. યૂપી સરકાર પરિવારના એક સભ્યને નોકરી પણ આપશે. આ ઉપરાંત પરિવારને હાથરસ શહેરમાં એક ઘર ફાળવવામાં આવશે.
કેસની તપાસને લઇને ભર્યું આ પગલું
પરિવારને જલદીથી જલદી ન્યાય અપાવવા માટે સરકાર આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવશે. આ ઉપરાંત એસઆઇટી પણ તમામ એંગલની તપાસ કરી કરશે.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ
આ દરમિયાન કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અરજી દાખલ કરી કેસની તપાસ સીબીઆઇ પાસે તપાસની માંગ કરી છે. અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હાથરસથી કેસને દિલ્હી ટ્રાંસફર કરવા માટે કહ્યું છે અને કેસની ઝડપી ટ્રાયલની માંગ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે