દિલ્હીમાં ગર્જ્યા યોગી, કહ્યું- કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવામાંથી સમય નથી

પોતાના ભાષણમાં યોગી આદિત્યનાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. 
 

 દિલ્હીમાં ગર્જ્યા યોગી, કહ્યું- કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવામાંથી સમય નથી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે દિલ્હીના બદરપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. રેલીને સંબોધિત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, તેમણે સાંજે 5 કલાકે અહીં આવવાનું હતું પરંતુ શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે તેમને મોડું થઈ ગયું છે. તેમણે કહ્યું કે, શાહીન બાગમાં પ્રદર્શનના નામ પર દિલ્હીમાં અવ્યવસ્થા ફેલાવવામાં આવી રહી છે. 

પોતાના ભાષણમાં યોગી આદિત્યનાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 હટાવવાથી કેજરીવાલ અને પાકિસ્તાનને સૌથી વધુ મુશ્કેલી છે. આ સાથે યોગીએ કહ્યું કે, કેજરીવાલ શાહીન બાગમાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. યોગી આદિત્યનાથે કહ્યું, અરવિંદ કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવામાંથી સમય નથી. 

— ANI (@ANI) February 2, 2020

રેલીને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું, ભક્તો ક્યારેય તોફાનો ફેલાવવામાં વિશ્વાસ કરતા નથી. અમે કાંવડિયોને સુરક્ષાની ગેરંટી આપીશું. જો બધા ધર્મ પોતાના પ્રમાણે પૂજા-પાઠ કરી શકે છે, તો કાંવડિયા પણ કરી શકે છે. પરંતુ જે લોકો કાંવડિયાનો વિરોધ કરે છે, તેણે પોલીસની ગોળીઓનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું, બોલીનો નહીં, પોલીસની ગોળીનો સામનો કરવો પડશે. 

આર્ટિકલ 370નો મુદ્દો ઉઠાવતા યોગી આદિત્યનાથે કહ્યું, દેશમાં બે લોકોએ આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કર્યો, એક રાહુલ ગાંધી અને બીજા અરવિંદ કેજરીવાલ. તેમણે સમર્થન કરવાનું હતું પરંતુ વિરોધ કર્યો. શાહીન બાગને લઈને તેમણે કર્યું, શાહીન બાગમાં જે લોકો ધરણા પર બેઠા છે, તેમનો ઈરાદો કલમ 370 અને રામ મંદિર જન્મભૂમિનો વિરોધ કરવાનો છે. તેમનું અસલી દુખ ત્રિપલ તલ્લાક બિલ પાસ થવું છે. રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. 

મહત્વનું છે કે દિલ્હીમાં શનિવાર 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવવા માટે પોતાની તાકાત લગાવી દીધી છે. દિલ્હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનને ધાર આપવા માટે શનિવારે યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રેલી સંબોધી હતી.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news