સરળતાથી મળતો સસ્તો નશો: આંતરડા, લિવર અને હાકડાને પહોંચાડે છે મોટુ નુકસાન

રાજ્ય પોલીસ અને સરકાર દારુનુ દુષણ તો અટકાવી શકી નથી. ત્યાં હવે નશીલી દવાનું દુષણ સામાજમાં ફેલાયુ છે. યુવકો વ્હાઈનર, સ્પિરીટ, કોરેક્ષ અને હવે કોડીન ડ્રગ્સની દવાનુ સેવન કરી રહ્યા છે. પરંતુ દુષણ ન તો પોલીસ, નતો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે નતો નાર્કોટીક્સ વિભાગ આ દુષણને અટકાવી શકી. જયારે હવે દુષણ રસ્તાથી માંડી ઘર સુધી પહોંચી જતા પોલીસ હરકતમા આવી છે, ત્યારે  ગુનો નોંધી તપાસ માટે અન્ય એજન્સીઓને પણ જોડવા લાગી છે. ત્યારે આ નવો પ્રયોગ કેટલો સફળ થાય છે તે જોવુ રહ્યુ.
સરળતાથી મળતો સસ્તો નશો: આંતરડા, લિવર અને હાકડાને પહોંચાડે છે મોટુ નુકસાન

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્ય પોલીસ અને સરકાર દારુનુ દુષણ તો અટકાવી શકી નથી. ત્યાં હવે નશીલી દવાનું દુષણ સામાજમાં ફેલાયુ છે. યુવકો વ્હાઈનર, સ્પિરીટ, કોરેક્ષ અને હવે કોડીન ડ્રગ્સની દવાનુ સેવન કરી રહ્યા છે. પરંતુ દુષણ ન તો પોલીસ, નતો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે નતો નાર્કોટીક્સ વિભાગ આ દુષણને અટકાવી શકી. જયારે હવે દુષણ રસ્તાથી માંડી ઘર સુધી પહોંચી જતા પોલીસ હરકતમા આવી છે, ત્યારે  ગુનો નોંધી તપાસ માટે અન્ય એજન્સીઓને પણ જોડવા લાગી છે. ત્યારે આ નવો પ્રયોગ કેટલો સફળ થાય છે તે જોવુ રહ્યુ.

જ્યારે અમદાવાદનાં રસ્તાઓ પર પ્રજ્ઞાચક્ષુ લોકોએ ચલાવી ગાડી, લોકો આશ્ચર્ય ચકિત થયા
આ પાન પાર્લરમાં ડેરી પ્રોડક્ટ કે પાન-મસાલાનુ વેચાણ નથી થતુ. પરંતુ અહિયા નશાની દવાનુ બેરોકટોક વેચાણ થાય છે. વાત છે બહેરામપુરા વિસ્તારમાં આવેલ દેવાંશી પાન પાર્લરની. પાન પાર્લરના માલિક પંકજ ડાંગર ગેરકાયદે નશીલી કફ સીરપનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા હતા. જે બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન બાતમી મળી હતી કે મોટી માત્રામાં નશીલી કફસીરપ જથ્થો પાન પાર્લરમાં આવ્યો છે. જેના આધારે કાગડાપીઠ પોલીસે એક ટીમે આ પાન પાર્લર પર એક ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. ગ્રાહકે જઇને કફ સીરપ ખરીદતા પંકજે દવાની બોટલ આપી હતી. તે જ સમયે પોલીસે રેડ કરી અને દુકાનમાંથી 22 જેટલી કફસીરપ મળી આવી હતી. જે અંગે પોલીસે NDPS  એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને આરોપી પંકજ ડાંગરની ધરપકડ કરી હતી.

માનસિક બીમાર યુવતીની એકલતાનો લાભ લઈને આરોપીએ કૃત્ય આચર્યું
આરોપી પંકજ ડાંગરની ધરપકડ કર્યા બાદ પોલીસ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે અન્ય એક જગ્યાએ મકાન ભાડે રાખી દવાનો જથ્થો સંતાડ્યો હોવાની કબુલાત કરી હતી. જે જગ્યાએ પોલીસે રેડ કરી 7 હજાર કરતા વધુ નશીલી કફસીરપનો જથ્થો કબ્જે કર્યો. જ્યાં પોલીસ ગેરકાયદે પરમીટ વગર નશીલી કફસીરપ જથ્થો જોઇને ચોકી ઉઠી હતી. કાગડાપીઠ પોલીસે કબ્જે કરેલી 7 હજાર બોટલોની કિમત સાત લાખ કરતા વધારે થાય છે. જેથી પોલીસે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નાર્કોટીક્ટસ વિભાગને જાણ કરી છે. આરોપીની પૂછપરછમાં દવા સપ્લાય કરનાર રાજસ્થાનનો ભરત ચૌધરી છે. જેથી પોલીસે તે વોન્ટેડ ભરતની પણ શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત પંકજ ડાગર છેલ્લા બે વર્ષથી ગેરકાયદે કફસીરપનો વેચાણ કરી રહ્યો હોવાની કબુલાત કરી છે. કાગડાપીઠ પોલીસે કબ્જે કરેલા દવામાં કોડીન નામનુ ડ્રગ્સ આવે છે. 

મેડીકલ ક્ષેત્રે જેને સૌથી ખરાબ ડ્રગ્સ માનવામાં આવી રહ્યુ છે. જેનો નશો લાંબા સમય સુધી રહે છે. પરંતુ દવાનુ સેવન કરનાર વ્યક્તિના આંતરડા, લિવર અને હાડકાને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. જેથી કોઈપણ ડોક્ટરના લખાણ વિના તેનુ વેચાણ શક્ય નથી. તેમ છતા 7 હજાર જેટલી નશાની બોટલે એક પાનપાર્લરમાં ક્યાથી અને કોની રહેમનજર હેઠળ આવી તે સોથી મોટો પ્રશ્ન છે. ત્યારે પોલીસ તપાસમાં નશાના કેટલા વેપારી જેલના સળીયા પાછળ ધકેલાય છે તે જોવુ મહત્વનુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news