સોનભદ્ર: CM યોગીએ ઘાયલોના પરિજનોને આપ્યાં 50-50 હજાર રૂપિયા, ઘર પણ અપાશે 

સોનભદ્રના ઉભ્ભા ગામ પહોંચેલા સીએમ યોગીએ પીડિતોના હાલ જાણ્યાં. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિજનોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી અને પ્રત્યેક પીડિત પરિવારને ઘર આપવાની પણ જાહેરાત કરી.

સોનભદ્ર: CM યોગીએ ઘાયલોના પરિજનોને આપ્યાં 50-50 હજાર રૂપિયા, ઘર પણ અપાશે 

સોનભદ્ર: સોનભદ્ર નરસંહાર બાદ મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સોનભદ્રની મુલાકાતે છે. સોનભદ્રના ઉમ્ભા ગામ પહોંચેલા સીએમ યોગીએ પીડિતોના હાલ જાણ્યાં. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિજનોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી અને પ્રત્યેક પીડિત પરિવારને ઘર આપવાની પણ જાહેરાત કરી. 60 વર્ષના વૃદ્ધને પેન્શન આપવાની વાત કરી. તેમણે આવાસીય વિદ્યાલયની પણ જાહેરાત કરી. સીએમ યોગીએ કહ્યું કે જે લોકોએ પ્રધાનને રાજકીય મદદ કરી હશે તેમની પણ તપાસ થશે. 

સીએમ યોગીએ યોનભદ્રમાં ઘટનાસ્થળની પણ સમીક્ષા કરી. તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, મુખ્ય સચિવ અનુપચંદ્ર પાંડે, ડીજીપી ઓ પી સિંહ, પ્રમુખ સચિવ સૂચન અવનીશ અવસ્થી, પણ સોનભદ્ર પહોંચ્યા હતાં. મુખ્યમંત્રી તમામ પીડિત પરિવારોને મળ્યા બાદ સોનભદ્રથી રવાના થઈ ગયાં. સીએમ યોગી આદિત્યનાથના સોનભદ્ર પ્રવાસ અગાઉ પોલીસે સપા નેતાઓને અટકાયતમાં લીધા હતાં. પોલીસે આ મામલે અત્યાર સુધી 29 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પ્રશાસને જિલ્લામાં શાંતિ જાળવી રાખવા માટે 2 મહિના સુદી કલમ 144 લાગુ  કરી છે. 

પોલીસે પૂર્વ ધારાસભ્ય અવિનાશ કુશવાહા, જિલ્લા સચિવ પ્રમોદ યાદવ, લોહિયા વાહિની પ્રદેશ સચિવ મન્નુ પાંડે અને મનીષ તિવાર તથા જુનૈદ અન્સારીની અટકાયત કરી હતી. તમામ સપા નેતાઓને ઘર અને ચાની દુકાનેથી ઉઠાવીને પોલીસે અટકાયતમાં લીધા હતાં. રોબર્ટ્સગંજ કોટવાલી પોલીસે તમામની અટકાયત કરી. 

સપા કાર્યકરોનું કહેવું છું કે સોનભદ્રમાં જે નરસંહાર થયો તે પ્રદેશની સરકારની નિષ્ફળતા છે. જો પ્રશાસને પહેલા જ ધ્યાન આપ્યું હોત તો આટલી મોટી ઘટના ન ઘટત. સપા કાર્યકરોએ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા નિર્દેશન બાદ સપા કાર્યકરો તપાસ માટે ઘટનાસ્થળે જઈ રહ્યાં હતાં તો પોલીસે સપા કાર્યકરોને ઘરે ઘરેથી ઉઠાવ્યાં. જેનાથી સપા કાર્યકરો ઘટનાસ્થળે ન રહે અને મુખ્યમંત્રીને મળી ન શકે. 

જુઓ LIVE TV

આ બાજુ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાય પોતાની 5 સભ્યોની ટીમ સાથે સોનભદ્ર નરસંહારની તપાસ કરવા 22 જુલાઈના રોજ જિલ્લાની મુલાકાત લેશે. 

નોંધનીય છે કે સોનભદ્રના ધોરાવલ પોલીસ સ્ટેશનની હદના ઉભ્ભા ગામમાં જમીન વિવાદને લઈને 10 લોકોની હત્યા થઈ હતી. ગામમાં અનેક વર્ષો પહેલા આદર્શ કોઓપરેટીવ નામનું એક ટ્રસ્ટ બનેલુ છે જેની પાસે કુલ 600 વીઘા  જમીન હતી. આ કોઓપરેટીવમાં 2 આઈએએસ અધિકારીઓ પણ સામલે હતાં. તેમણે 2 વર્ષ પહેલા 100 વીઘા જમીન સ્થાનિક પ્રધાન યજ્ઞવત ભૂર્તિયા અને તેમના મિત્રને વેચી દીધી હતી. જે જમીન પર ગ્રામીણો કબ્જો જમાવીને ખેતી કરી રહ્યાં હતાં. 

ગત બુધવારે ગ્રામ પ્રધાન લાવ લશ્કર સાથે જમીન પર કબ્જો જમાવવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે મોટી સંખ્યામાં સંબંધીઓ અને સમર્થકો હથિયારો સાથે લેસ હતાં. આ દરમિયાન ગ્રામીણો અને ગ્રામ પ્રધાન વચ્ચે વિવાદ થયો. ત્યારબાદ ગ્રામ પ્રધાન તરફથી ફાયરિંગ થયું અને લાઠીચાર્જ થયો. જેમાં 10 લોકોના મોત થયાં. કોંગ્રસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળ્યાં હતાં. જ્યારે ટીએમસીના એક પ્રતિનિધિમંડળને વારાણસીમાં જ રોકી દેવાયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news