છત્રી વિતરણ કાર્યક્રમમાં બાખડ્યા BJP નગરસેવિકા અને પૂર્વ મેયર, કરી ધક્કા-મુક્કી, જુઓ Video

મુંબઇ જોડે આવેલા મીરા ભાયંદર વિસ્તારથી પૂર્વ મેયર ગીતા જૈન અને ભાજપ નગર સેવિકા રુપાલી મોદી વચ્ચેના ઝગડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને મહિલા નેતા બોલાચાલી અને એકબીજા સાથે ધક્કા-મુક્કી કરતી જોવા મળી રહી છે.

છત્રી વિતરણ કાર્યક્રમમાં બાખડ્યા BJP નગરસેવિકા અને પૂર્વ મેયર, કરી ધક્કા-મુક્કી, જુઓ Video

પ્રથમેશ તાવડે, મુંબઇ: મુંબઇ જોડે આવેલા મીરા ભાયંદર વિસ્તારથી પૂર્વ મેયર ગીતા જૈન અને ભાજપ નગર સેવિકા રુપાલી મોદી વચ્ચેના ઝગડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને મહિલા નેતા બોલાચાલી અને એકબીજા સાથે ધક્કા-મુક્કી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો મીરા રોડ હાટકેશ વિસ્તારનો છે. જ્યાં વરસાદના કારણે પૂર્વ મેયર ગીતા જૈન તેમના સમર્થક ઇમરાન હાશમી સાથે વૃદ્ધોને છત્રી વહેંચવા માટે આવ્યા હતા. જ્યાં ગીતા જૈનના હાથે ગરીબ વૃદ્ધોમાં છત્રી વહેંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન અચાનક વરસાદ શરૂ થઇ જતા વરસાદથી બચવા માટે ગીતા જૈન તેમના સમર્થકો સાથે વરિષ્ઠ નાગરિક કેન્દ્ર પહોંચી ગયા અને ત્યાં ડેરો જમાવ્યો હતો.

જેવી આ વાતની જાણ ભાજપ નગર સેવિકા રુપાલી મોદીને થઇ તે ગુસ્સામાં વરિષ્ઠ નાગરિક કેન્દ્ર પહોંચી અન ત્યાં કાર્યક્રમ રોકવા કહ્યું હતું. આ વાતને લઇને ગીતા જૈને વાંધો દર્શાવતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઝગડા સુધી પહોંચી ગઇ હતી. બંને મહિલા નેતાઓમાં જોરદાર ધક્કા-મુક્કી થઇ અને તે દરમિયાન તેમના સમર્થકો વચ્ચે પણ સંઘર્ષ જોવા મળ્યો હતો. બંને મહિલા નેતાઓ વચ્ચે છેડાયેલી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને હવે આ વીડિયો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યારે આ સમગ્ર મામલે ગીતા જૈન સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, રુપાલી મોદીએ આ બધુ કોઇના કહેવા પર કર્યું છે, જે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. તો આ મામલે હજુ સુધી રુપાલી મોદીનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી. તમને જણાવી દઇએ કે, આ વરિષ્ઠ નાગરિક કેન્દ્ર રુપાલી મોદીએ તેમના ફંડમાંથી બનાવ્યું છે અને જ્યારે તેમને પૂછ્યા વગર વરિષ્ઠ નાગરિક કેન્દ્રમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો તેમણે તેના પર વાંધો વ્યક્ત કર્યો હતો. આ વાતને લઇને બંને વચ્ચે ઝગડો થયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, આવનાર વિધાનસભાને લઇને ગીતા જૈન ટિકિટ ઇચ્છે છે. ત્યારે નગર સેવિકા રુપાલી મોદી સ્થાનિક ધારાસભ્ય નરેન્દ્ર મહેતાને સમર્થન કરે છે. એવામાં તેમના વિસ્તારમાં આવી ગીતા જૈનને છત્રી વહેંચતા જોઇ રુપાલીએ વાંધો વ્યક્ત કર્યો હતો જેના કારણે બંને વચ્ચે ધક્કા-મુક્કી થઇ હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news