ભારતીય સેનાએ કર્યું સ્પષ્ટ, LAC પર ચીની સેનાને પાછળ હટવું પડશે

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ભારતીય સેનાને કહ્યું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતાં સૈન્ય અને રાજ્કીય ચેનલોના માધ્યમથી ચીન સાથે વાતચીત થઇ રહી છે.

ભારતીય સેનાએ કર્યું સ્પષ્ટ, LAC પર ચીની સેનાને પાછળ હટવું પડશે

નવી દિલ્હી: લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ભારતીય સેનાને કહ્યું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતાં સૈન્ય અને રાજ્કીય ચેનલોના માધ્યમથી ચીન સાથે વાતચીત થઇ રહી છે. કમાંડરની વચ્ચે ચોથા તબક્કાની વાર્તા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સીમાની અંદર ચુશૂલમાં 14 જુલાઇમાં થઇ.  

ભારતીય સેનાના અનુસાર પાંચ જુલાઇના રોજ બંને પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે બનેલી સહમતિની દિશામાં જ ચર્ચા થઇ. તે સહમતિમાં પાછળ હટવાની વાત કરવામાં આવી હતી. જોકે તે દિશામાં વાતચીત આગળ વધી રહી છે. 

ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું 'વરિષ્ઠ કમાંડરોએ પૂર્વી લદ્દાખમાં પાછળ હટવાના પહેલાં તબક્કાને અમલની સમીક્ષા કરી. ક્ષેત્રમાંથી સૈનિકોને સંપૂર્ણ રીતે હટાવવાને સુનિશ્વિત કરવા માટે આગળની રીત પર ચર્ચા કરવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news