ખાનગી શાળાઓની દાદાગીરી સામે વાલીઓનું રણશિંગુ, સરકારી શાળામાં પ્રવેશનો આંકડો બમણો થયો

 ખાનગી શાળાઓમાં વધતી ફી અને મોંઘવારીનો લાભ અમદાવાદ નગર પ્રાથમિક સમિતિની સ્કૂલને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વર્ષે અત્યાર સુધીમાં નવા 17,000 થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ આંકડો ગત્ત વર્ષના આંકડાની તુલનાએ ડોઢ ગણો આંકડો છે. 
ખાનગી શાળાઓની દાદાગીરી સામે વાલીઓનું રણશિંગુ, સરકારી શાળામાં પ્રવેશનો આંકડો બમણો થયો

અમદાવાદ : ખાનગી શાળાઓમાં વધતી ફી અને મોંઘવારીનો લાભ અમદાવાદ નગર પ્રાથમિક સમિતિની સ્કૂલને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વર્ષે અત્યાર સુધીમાં નવા 17,000 થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ આંકડો ગત્ત વર્ષના આંકડાની તુલનાએ ડોઢ ગણો આંકડો છે. 

વિગતે મળતી માહિતી અનુસાર ધોરણ 1માં 14,500 જ્યારે અંગ્રેજી માધ્યમના કેજીના વર્ગોમાં 2500 બાળકોએ પ્રવેશ લીધો છે. ગત વર્ષે જુલાઈ મહિના સુધી 10,500 જેટલા વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 17,000 નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. કોરોના મહામારીમાં ખાનગી શાળાઓ દ્વારા ફી માટે થતું દબાણ તેમજ કોર્પોરેશન દ્વારા શરૂ થયેલી સ્માર્ટ સ્કૂલના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો થયો છે.

ખાનગી શાળાઓની વધતી ફી અને બીજી તરફ મોંઘવારીને કારણે વાલીઓ મ્યુનિસિપલ સ્કૂલ તરફ આકર્ષાઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી શાળાઓ દ્વારા કોરોના કાળમાં થઇ રહેલી દાદાગીરીના કારણે વાલીઓ ખુબ જ ત્રાસી ચુક્યા છે. સરકાર દ્વારા પણ ખાનગી શાળાઓ દ્વારા પગલા નથી ઉઠાવાઇ રહ્યા છે. જેના કારણેવાલીઓને શાળાઓ દ્વારા ખુબ જ હેરાનગતી કરવામાં આવી રહી હોવાનાં કારણે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે.

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news