બોર્ડર પરના તણાવ વચ્ચે બંને દેશના વિદેશ મંત્રીઓની વાત, ચીને આ વાત પર મૂક્યો ભાર

લદ્દાખમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે લોહિયાળ સંઘર્ષ થયું હતું. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વાતચીત દરમિયાન વાંગે જયશંકરથી કહ્યું કે, ભારત અને ચીન તે મહત્વપૂર્ણ કરારનું પાનલ કરવું જોઇએ. જેના પર બંને દેશના નેતાઓ સંમત થયા છે. આ ઉપરાંત ચીનના વિદેશ મંત્રીએ બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે.
બોર્ડર પરના તણાવ વચ્ચે બંને દેશના વિદેશ મંત્રીઓની વાત, ચીને આ વાત પર મૂક્યો ભાર

નવી દિલ્હી: લદ્દાખમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે લોહિયાળ સંઘર્ષ થયું હતું. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વાતચીત દરમિયાન વાંગે જયશંકરથી કહ્યું કે, ભારત અને ચીન તે મહત્વપૂર્ણ કરારનું પાનલ કરવું જોઇએ. જેના પર બંને દેશના નેતાઓ સંમત થયા છે. આ ઉપરાંત ચીનના વિદેશ મંત્રીએ બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે.

તમને જણાવી દઇએ કે, સોમવાર રાતે ભારત અને ચીન સૈનિકોની વચ્ચે ગલવાન ખાડીમાં લોહિયાળ સંઘર્ષ થયો. જેમાં ભરાતના 20 સૈનિકો શહીદ થયા છે. ત્યારે ચીનના સૈનિકોના મોતના પણ સમાચાર મળ્યા છે. 1975 બાદ પ્રથમ વખત આ પ્રકારની હિંસક ઘટનાને લઇ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે.

ગલવાન ખાડીમાં ભારતીય સૈનિકોના શહીદોના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. તેનો મુંહતોડ જવાબ આપવામાં આવશે. ભારત શાંતિ ઇચ્છે છે. આપણે કોઈને ઉશ્કેરતા નથી પરંતુ જવાબ આપણને જવાબ આપતા આવડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news